fbpx
ભાવનગર

ભાવનગર : પીટીશન રાઇટર્સનુ લાયસન્સ મેળવવા માંગતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ

તા.૧૩/૦૧/૨૦૨૧ થી તા.૩૧/૦૧/૨૦૨૧ સુધીમા જરૂરી આધાર પુરાવાઓ સાથે અરજી કરી શકાશે

અત્રેના સબડીવીઝન હેઠળની મામલતદારશ્રી, ભાવનગર શહેર અને મામલતદારશ્રી, ભાવનગર ગ્રામ્યની કચેરીમા પોતાનાકામ સબબ આવતા અરજદારોને વિવિધ અરજીઓ, અપીલો, સોગંદનામા લખવામા તેમજ વિવિધ સહાયના ફોર્મ ભરવામા અગવડ ન પડે તેમાટે ઉક્ત કચેરીઓ ખાતે જરૂરી પીટીશન રાઇટર્સની વ્યવસ્થા કરવા સંબંધિત કચેરીઓ તરફથી દરખાસ્ત મળેલ છે. આથી મામલતદાર ,ભાવનગર શહેર અને મામલતદારશ્રી, ભાવનગર ગ્રામ્યની કચેરીઓ ખાતે પીટીશન રાઇટર્સનુ લાયસન્સ મેળવવા માંગતા ઉમેદવારોએતા.૧૩/૦૧/૨૦૨૧ થી તા.૩૧/૦૧/૨૦૨૧ સુધીમા જાહેર રજા સિવાયના દિવસોમા પ્રાંત કચેરી, ભાવનગરમાંથી નિયત અરજી ફોર્મ તથાઅરજી સાથે સામેલ કરવાના આધારોની યાદી મેળવી, જરૂરી આધાર પુરાવા સાથેની અરજી તા.૧૩/૦૧/૨૦૨૧ થી તા.૩૧/૦૧/૨૦૨૧સુધીમા જાહેર રજા સિવાયના દિવસોમા પ્રાંત કચેરી, ભાવનગરમા રજુ કરવા મદદનિશ કલેક્ટર , ભાવનગરની યાદીમા જણાવવામા આવ્યુ છે.

Follow Me:

Related Posts