fbpx
ભાવનગર

ભાવનગર : આગામી તા.૧૭ના રોજ જિલ્લામા પોલિયો અભિયાન

૦ થી ૫ વર્ષના અંદાજે ૧.૭૬ લાખથી વધુ બાળકોને પોલીયો રસીથી સુરક્ષિત કરાશે પોલિયો રસીકરણ માટે સમગ્ર જિલ્લામાં ૨,૧૨૩ ટીમ તથા ૧,૧૧૫ પોલિયો બુથનુ આયોજનકરાયુ

ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાથી પોલિયો નાબૂદ થયેલ
ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટેરાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામા આવે છે. જેમાં સમગ્ર દેશમાં એક જ તારીખે 0 થી 5 વર્ષના તમામ બાળકોનેપોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે.અભિયાન હેઠળ ચાલુ વર્ષે પણતા.૧૭/૦૧/૨૦૨૧ના રોજ સમગ્ર દેશ તથા ગુજરાત રાજયમા પોલિયો અભિયાન ચલાવવામા આવનાર છે.જેમા ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે તા.૧૭/૦૧/૨૦૨૧ના રોજ પોલિયો અભિયાન દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકોનેપોલિયોની રસીના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવામાં આવનાર છે. આ વર્ષે ભાવનગર ગ્રામ્ય જિલ્લાનીવસ્તી ૧૭,૫૫,૦૫૨ છે. જેમાં ૦ થી ૫ વર્ષના બાળકોની અંદાજિત સંખ્યા ૧,૭૬,૧૩૩ છે.જે માટે જિલ્લા આરોગ્ય તંત્રદ્વારા જિલ્લામાં કુલ ૧,૧૧૫ બુથનુ આયોજન કરવામા આવેલ છે તેમજ કુલ ૨,૧૨૩ ટીમ દ્વારા પ્રથમ દિવસે પોલિયોબૂથ પર અને બીજા તથા ત્રીજા દિવસે ઘર-ઘર મુલાકાત લઈ પોલિયોની રસી પીવાડવામાં આવનાર છે.ભાવનગર જિલ્લામા 46 ટ્રાન્જીટ પોઈન્ટ રાખવામા આવેલ છે. જેમાં બસ સ્ટેન્ડ અને ખાસ અવર જવર રહેતી હોયતેવા વિસ્તારમા ટ્રાન્જીટ પોઈન્ટ દ્વારા પોલિયો કામગીરી કરવામા આવનાર છે તેમજ મોબાઇલ ટીમ દ્વારા પણપોલિયો પીવાડવામા આવનાર છે. સમગ્ર કામગીરી પર સુપરવિઝન માટે ૨૬૫ સુપરવાઈઝર નિયુક્ત કરવામાઆવેલ છે તેમજ દરેક તાલુકામા લાઇઝન ઓફિસર દ્વારા દેખરેખ રાખી પોલિયો રસીથી કોઈ બાળક વંચિત ન રહે તેરીતે કામગીરી કરવામા આવનાર છે. આ સમગ્ર પોલિયો રાઉન્ડમા અંદાજિત ૧૧,૫૨૨ વેક્સિન વાયલ વપરાશમાલેવામાં આવશે તેમજ લોકોમા જાગૃતિ માટે પોલિયોની જાહેરાત માટે માઇક થકી પ્રચાર કરવામા આવશે.

જિલ્લા અને તાલુકા કક્ષાએ આ અભિયાયનને સફળ બનાવવા માટે બેનર અને પોસ્ટર લગાવી પ્રચાર કરવામાઆવનાર છે. જીલ્લામાં પોલિયો અભિયાયને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી.તથા જિલ્લા વિકાસઅધિકારી ના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી , જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી તેમજજિલ્લાના આરોગ્ય શાખાના તમામ અધિકારી ઓ તથા તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી પોલિયો કામગીરીઅંગેની પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

Follow Me:

Related Posts