fbpx
ભાવનગર

શ્રી તાપીબાઇ ગાંધી વિકાસગૃહના ૩ બાળકોને મળશે

જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાશે દત્તકવિધિ સમારોહ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્વારા અનુદાનિત ભાવનગરની જાણીતી
સામાજિક સંસ્થા તાપીબાઇ આર. ગાંધી વિકાસગૃહ ખાતે વિષિષ્ટ દત્તક સંસ્થા દ્વારા ઉછેર પામતા ત્રણ બાળકોનેમાતાનો પાલવ અને પિતાનુ પ્રાંગણ મળશે. આ બાળકોનો ઉછેર દત્તકવિધિ સમારોહ આવતીકાલેતા.૦૮/૦૧/૨૦૨૧ના રોજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામા તાપીબાઇ વિકાસગૃહ ખાતે બપોરે૧૨:૦૦ કલાકે યોજાનાર છે. આ કાર્યક્રમમા જીવરાજભાઇ મોણપરા-માધવ ગૃપ, શ્રી કોમલકાંત શર્મા-લીલા ગૃપ, વિષ્ણુકુમાર ગુપ્તા- એસ.આર.આઇ.એ., સંજયભાઇ મહેતા, શ્રી હરેશભાઇ પરમાર, શ્રી રીતેશભાઇ અગ્રવાલ,નઝીરભાઇ કલીવાલા, રમેશભાઇ દાઠાવાળા સહિતના મહાનુભાવો હાજર રહી બાળકોને વાત્સલ્યસભર આશિર્વાદઆપશે.સંસ્થાના કોષાધ્યક્ષશ્રી ડો.ગિરીશભાઇ વાઘાણીએ આ અંગે જણાવ્યુ છે કે આ સંસ્થા ૧૯૬૨થી આ વિશિષ્ટ સેવાકીયકાર્ય કરી રહી છે. જેમા અત્યાર સુધીમા ૩૧૪ બાળકોને ઘર પરિવારમા પુન: સ્થાપન કરેલ છે. સાથે સાથે આવી ૧૧૮દિકરીઓને લગ્નગ્રંથીથી જોડી સમાજમા પુન: સ્થાપન કરેલ છે તથા આ દિકરીઓને પગભર થઇ સમાજમા માનભેરરહી શકે તે માટે તેમના અભ્યાસની સાથે સાથે આરોગ્ય અને સ્વાવલંબી થવા કૌશલ્યવર્ધન તાલીમ પણ સંસ્થામા જઆપવામા આવે છે.

Follow Me:

Related Posts