fbpx
ભાવનગર

અઢી તથા ત્રણ માસના શિશુને મળ્યો માતાનો પાલવ અને પિતાનુ પ્રાંગણ

જિલ્લા કલેક્ટર ની ઉપસ્થિતિમાં કાનુની પ્રક્રિયા બાદ નવસારી તથા નડિયાદના દંપતીને બન્ને બાળકો દત્તક સોંપાયા તાપીબાઇ વિકાસ ગૃહ બન્યુ બાળક તથા પાલક દંપતીના મિલનનું માધ્યમ

જિલ્લા કલેક્ટર :-
બાળકને દત્તક લેવાની આ પહેલ સમાજમા અન્યો માટે પણ પ્રેરણાદાયી બનશે
તાપીબાઇ જેવી સંસ્થાઓ જરૂરીયાતમંદ લોકોને જીવનમા ૧૮૦ ડીગ્રીનો સકારાત્મક વળાંક આપી માનવસેવાનું ઇશ્વરીય કામ કરે છે

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્વારા અનુદાનિત ભાવનગરની જાણીતી
સામાજિક સંસ્થા તાપીબાઇ આર. ગાંધી વિકાસગૃહ ખાતે વિશિષ્ટ દત્તક સંસ્થા દ્વારા ઉછેર પામતા બે શિશુને આજેમાતાનો પાલવ અને પિતાનુ પ્રાંગણ સાંપડ્યુ છે. અઢી તથા ત્રણ માસના બે બાળકોનો જિલ્લા કલેક્ટર ગૌરાંગમકવાણાની ઉપસ્થિતિમા તાપીબાઇ વિકાસગૃહ ખાતે દત્તકવિધિ સમારોહ યોજવામા આવ્યો હતો. જેમા નડીયાદનારહેવાસી તથા વ્યવસાયે વેપારી દંપતીએ અઢી માસના બાળકને તેમજ નવસારી ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટિમાસાયન્ટીસ્ટ તરીકે ફરજ બજાવતા દંપતીએ ત્રણ માસના બાળકને આજરોજ સંસ્થા ખાતેથી દત્તક લીધા હતા.અત્રેઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા તા.6 ના રોજ 6 માસની એક બાળકીને પણ સંસ્થા દ્વારા પુણેના દંપતી દ્વારાપોલીસ અધિક્ષકજયપાલસિંહ રાઠોર તથા રાજીવભાઈ પંડ્યાની ઉપસ્થિતમાં દત્તક લેવાઈ હતી.આમ ત્રણદિવસમાં ત્રણ બાળકોનું સંસ્થાના માધ્યમથી પુનઃસ્થાપન કરાયું છે.આ કાર્યક્રમમા અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સંસ્થાની મુલાકાત લઇ સંસ્થા દ્વારાથઇ રહેલા સામાજિક કાર્યોથી માહિતગાર થયા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી આવા પાવનપ્રસંગનુ આયોજન કરવા બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યુ હતુ કે આ સંસ્થાનુ વાતાવરણ સંસ્થાજેવુ નહી પરંતુ ઘર જેવુ છે. સંસ્થાનું સંચાલન અને તેની લોકહિતની કાર્ય શૈલી પ્રસંશનિય છે. આવી સંસ્થાઓજરૂરીયાતમંદ લોકોને જીવનમા ૧૮૦ ડીગ્રીનો સકારાત્મક વળાંક આપી માનવસેવાનું ઇશ્વરીય કામ કરે છે. સંસ્થાનેઆર્થિકરીતે મદદરૂપ થવા દાતાઓએ વહાવેલી દાનની સરવાણી બદલ જિલ્લા કલેક્ટરશ્રીએ તમામ દાતાઓને

બિરદાવ્યા હતા. બાળકની દત્તક લેવાની પહેલ અંગે બન્ને દંપતિઓની પ્રસંશા કરતા જિલ્લા કલેક્ટરએ જણાવ્યુ હતુકે આ પહેલ સમાજમા અન્યો માટે પણ પ્રેરણાદાયી બનશે તેમ જણાવી બન્ને બાળકોના ઉજ્જવળ ભવિષ્યનીઅભ્યર્થના વ્યક્ત કરી હતી. દાતાઓ દ્વારા વહી દાનની સરવાણી :-આ પ્રસંગે જિવરાજભાઇ મોણપરા દ્વારા ૧૧ લાખ, કોમલકાંત શર્મા દ્વારા ૧૧ લાખ, વિષ્ણુકુમાર ગુપ્તા દ્વારા૧.૧૧ લાખ, સંજયભાઈ મહેતા દ્વારા ૨.૧૧ લાખ, વી.બી.તાયલ દ્વારા ૧.૧૧ લાખ, શ્રી નઝીરભાઇ કલીવાલાદ્વારા ૧.૧૧ લાખ, શ્રી હરેશભાઇ પરમાર દ્વારા ૨૫ હજાર, રમેશભાઇ દાઠાવાળા દ્વારા ૫૧ હજાર, રિયાઝભાઇમસાણી દ્વારા ૧.૧૧ લાખ, રીતેષભાઇ અગ્રવાલ દ્વારા ૧.૨૫ લાખ, અનિલ જૈન દ્વારા ૫૧ હજાર, શ્રી કપુરબંસલ દ્વારા ૧.૧૧ લાખ, મનોજભાઇ શાહ દ્વારા ૨૫ હજાર તેમજ રમેશભાઇ મેંદપરા દ્વારા ૧.૨૫ લાખનુંસંસ્થાને અનુદાન કરવામા આવ્યુ હતુ.સંસ્થા વિશે માહિતી આપતા સંસ્થાના કોષાધ્યક્ષશ્રી ડો.ગિરીશભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે આ સંસ્થા ૧૯૬૨થી આવિશિષ્ટ સેવાકીય કાર્ય કરી રહી છે. જેમા અત્યાર સુધીમા ૩૧૪ બાળકોનું ઘર પરિવારમા પુન: સ્થાપન કરવામાઆવેલ છે. સાથે સાથે આવી ૧૧૮ દિકરીઓને લગ્નગ્રંથીથી જોડી તેઓનું સમાજમા પુન: સ્થાપન કરેલ છે તથા આદિકરીઓને પગભર થઇ સમાજમા માનભેર રહી શકે તે માટે તેમના અભ્યાસની સાથે સાથે આરોગ્ય અને સ્વાવલંબીથવા કૌશલ્યવર્ધન તાલીમ પણ સંસ્થામા જ આપવામા આવી રહી છે. જેના થકી આ દિકરીઓ સ્વાવલંબી બનીપોતાની જીંદગીની નવી કેડીઓ કંડારી રહી છે.કાર્યક્રમમાં અતિથિઓનુ શાબ્દિક સ્વાગત સંસ્થાના શ્રી જે.પી.મૈયાણી તથા આભારવિધિ શ્રી ગીરીશભાઇ વાઘાણીએ કરીહતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/