શીશુવિહાર સંસ્થા ના અવૈધિક તાલીમ સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓ તથા તેના મા-બાપ માટે આરોગ્ય તપાસ શિબીર યોજાઈ
ભાવનગર શીશુવિહાર સંસ્થા ના અવૈધિક તાલીમ સાથે સંકળાયેલ વિદ્યાર્થીઓ તથા તેના મા-બાપ માટે આરોગ્ય તપાસ શિબીર યોજાઈ ગયો ….પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલ સ્વાસ્થ્ય શિબિરમાં ડોક્ટર જશુબેન જાની એ સેવા આપેલ ..ગુજરાતના ગૌરવ સમાન વાઘ બકરી ટી પ્રોસેસિંગ હાઉસના મેડિકલ લાઈનમાં યોજાયેલ નિદાન અને દવા વિતરણ કાર્યક્રમમાં 75 દર્દીઓએ શિશુવિહાર ની સ્વાસ્થ્ય સેવા નો લાભ લીધો હતો ….આ પ્રસંગે શ્રી સુધાબેન કનુભાઈ શાહ પ્રેરિત દ્રષ્ટિ ચકાસણી શિબિર પણ યોજાયો જેમાં 38 દર્દીઓએ આંખ તપાસ કરાવી હતી અને અનુરૂપ ચશ્માના નંબર ના ચશ્મા મેળવ્યા હતા…. કાર્યક્રમનું સંકલન શિશુવિહાર આરોગ્ય વિભાગના કાર્યકર શ્રી મીનાબેન મકવાણા એ સંભાળ્યું હતું
Recent Comments