fbpx
ભાવનગર

શ્રી ગઢપુર પતી ગોપીનાથજી મહારાજના તાબાનું ગોકુળીયુ ગામ ખોપાળા સ્વામિનારાયણ મંદિર 33 માં વાર્ષિક પાટોત્સવનો ભવ્ય અવસર ધામધૂમથી ઉજવાશે

          આગામી તા.૧-૪-૨૧ને  ગુરૂવાર થી તા.૩-૪-૨૧ સુધી શ્રી ત્રિદિવસીય પાટોત્સવ ધામધૂમથી ઉજવવા ખોપાળા સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી શ્રેય મુક્ત સ્વરૂપદાસજી તથા નિલૅપસ્વરૂપદાસજી અને પાષૅદો દ્વારા તડામાર તૈયારી શરૂ કરવામાં આવેલ છે         

સર્વોવતારી ભગવાન સે સ્વામિનારાયણના મહાપ્રભુની કૃપાથી તથા પરમ પૂજ્ય 1008 આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી તથા ભાવિ આચાર્ય પરમ પૂજ્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ ના આશીર્વાદ અને સ્વામીશ્રી લક્ષ્મી પ્રસાદ દાસજી ની પ્રેરણાથી ગઢપુર પછી સે ગોપાલ ગોપીનાથજી મહારાજના તાબા નુ ગોકુળીયુ ગામ ખોપાળા ગામ માં સ્વયં શ્રીજી મહારાજ માણકી ઘોડી એ અનેકવાર પધારેલા અહી ગામના પાદર વાવ આવેલી છે જેનુ જળ સ્વામી પોતે અને માણકી ઘોડી ને પાયું હતું તેમજ સૌથી દુર્લભ અંતિમ પ્રસાદી દર્શન રૂપી વસ્તુ શ્રીજી મહારાજનું ખાપણ ધોતિયું લોટી અને ટોપી મંદિરે દશૅનમા  છે એવા ખોપાળા ગામ માં શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી રાધા-કૃષ્ણ દેવ બિરાજમાન છે.       

આ ભવય પ્રસંગે વડતાલ શ્રી પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્ર પ્રસાદજીના અને જળયાત્રા ના ભવ્ય સામૈયા થશે અને એમના સાનિધ્યમાં ઠાકોરજી નો ભવ્ય અભિષેક કરશે અને હરિભકતોને આશીર્વચન પાઠવશે સાથે ભક્ત ચિંતામણી કથા નું આયોજન કરવામાં આવેલ હોય તેની પોથીયાત્રા શહેરમાં ફરશે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0