fbpx
ભાવનગર

પાલિતાણા અને જેસર તાલુકાના શિક્ષકોની યોગ શિક્ષણ અને દેશી રમતોની તાલીમ યોજાઇ

  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા સાબરમતી આરાધના ભવન,પાલિતાણા મુકામે પાલિતાણા અને જેસર તાલુકાનાં કલસ્ટર વાઈજ ત્રણ શિક્ષકોની યોગ શિક્ષણ અને દેશી રમતોની ત્રણ દિવસની તાલીમ લાઇજન અધિકારીશ્રી મુકેશભાઇ ધારૈયા અને બી.આર.સી હાર્દિકભાઈ ગોહેલના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી જેમાં તજજ્ઞશ્રી બી.એ.વાળા અને લશ્કરભાઈ ભાલિયા તથા ફિરોજખાન પઠાણ દ્વારા તાલીમાર્થી શિક્ષકોને ધ્યાન , પ્રાણાયામ , વિવિધ આસનોં ,સૂર્યનમસ્કાર , વિવિધ મુદ્રાઓમાં ધ્યાનમાં કઈ રીતે બેસવું તેમજ ઘણી બધી દેશી રમતો રમાડીને પ્રેકટિકલ જ્ઞાન સાથે તાલીમ આપવામાં આવી હતી.આ તાલીમમાં  શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

Follow Me:

Related Posts