fbpx
ભાવનગર

તગડી ગામ પાસે આવેલ ઇન્ડેન ગેસ પ્લાન્ટ મોકડ્રીલ યોજાઈ



ભાવનગરના તગડી પાસે આવેલ ઇન્ડેન ગેસ પ્લાન્ટ ખાતે આજરોજ અગ્નિશમન, મેડીકલ અને ડીઝાસ્ટર ટીમ તથા પોલીસ સંકલનમાં રહી સુચારૂ કામગીરી કરી શકે તે માટે “મોકડ્રીલ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ સંદર્ભે ફોન આવતા જ ફાયર બ્રિગેડ, મેડીકલ ટીમ તથા ડીઝાસ્ટર કન્ટ્રોલ ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

આ મોકડ્રીલ યોજાયા બાદ મદદનીશ કલેક્ટર શ્રીમતી પુષ્પલતાબહેને ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે, જીલ્લામાં બનતી અનિચ્છિત અને આકસ્મિક ઘટના પર કાબૂ મેળવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા યોજાતી મોકડ્રીલ ઉપયોગી બની રહે છે. તેમણે આ મોકડ્રીલમાં જોડાયેલા તમામ કર્મચારીઓ-અધિકારીઓની કામગીરીને બીરદાવી  તેમના દ્વારા કરવામાં આવેલ કવાયતની પણ સરાહના કરી હતી.

આજે યોજાયેલી મોકડ્રીલના અભ્યાસના ભાગરૂપે ગેસના પરિવાહનમાં જોડાયેલ એક ટ્રકમાં ગેસનું ગળતર થતાં આગ લાગી હતી. આ આગનો સંદેશો મળતા જ આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલ એજન્સીઓ સતર્ક બની હતી અને લાગેલી આગને ખૂબ ઝડપથી ઓલવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ ભવિષ્યમાં જો કોઈ સંજોગોમાં આગ લાગે તો તેના પર કઈ રીતે કાબૂ મેળવી સકાય તેના અભ્યાસના ભાગરૂપે સમગ્ર કવાયત કરવામાં આવી હતી.  
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/