fbpx
ભાવનગર

ભાવનગર માહિતી ખાતાની પ્રેરણારૂપ પહેલકેક ખવડાવી કચેરીના સેવકના જન્મદિવસને યાદગાર બનાવ્યો

આજના જમાનામાં માનવ માનવ વચ્ચેની સંવેદના ઘટતી જાય છે તેવા સમયે સમાજના કોઇ કોઇ ખુણે એવી ઘટના બનતી હોય છે જે સમાજને પ્રેરણાના પિયુષ પાવાનુ કાર્ય કરતી હોય છે.

        આવી જ એક ઘટનામાં ભાવનગર માહિતી ખાતા દ્વારા માનવ સંવેદનાને ઉજાગર કરતા ભાવનગર જિલ્લા માહિતી કચેરીમાં સેવક (પટ્ટાવાળા) તરીકે ફિક્સ પગારમાં નોકરી કરતા શ્રી હિતેન પરમાર નામના આદના સેવકના જન્મ દિને કચેરીમાં કેક લાવી તેને ખવડાવી તેના જન્મ દિવસને યાદગાર બનાવ્યો હતો. આ રીતે કર્મચારીના કામની પ્રતિબધ્ધતાની કદર કરી તેનો જુસ્સો વધાર્યો છે.  

        કચેરીમાં છેલ્લા એક વર્ષેથી કાર્યરત શ્રી હિતેન પરમારની જાણ બહાર તેના જન્મદિવસને યાદગાર બનાવવા કચેરીના અન્ય કર્મચારી મિત્રોએ હિતેન માટે આ સ્મરણાતીત પાર્ટીનુ આયોજન કર્યું હતું.

        કચેરીના કર્મચારીઓએ ગોઠવેલી આ સરપ્રાઇઝથી હિતેન ગદગદ થઇ ગયો હતો તેણે પ્રતિભાવમાં જણાવ્યુ કે, કચેરીના છેલ્લી પાયરીનાં કર્મચારી તરીકે મારૂ આ સન્માન થયે તેવુ મેં કલ્પહનામાં પણ વિચાર્યુ નહોતું.

        શ્રી હિતેન કરાર આધારિત સેવક હોવા છતા કચેરીના દરેક નાના મોટા કામમાં કોઇપણ જાતની આનાકાની કર્યા વગર તમામ સોંપેલ કામ પુરા ખંતથી કરે છે, તેથી તે કચેરીમાં સૌનો લાડકો બની રહ્યો છે.

        આજે સમાજમાં જ્યારે સ્વાર્થનુ સામ્રાજ્ય છવાયેલું છે મારે શુ ? અને મારૂ શું ? ની ભાવના બળવત્તર બનતી જાય છે. ત્યારે પ્રત્યેક મનુષ્યથમાં ભગવાનનો વાસ હોય છે તેવા ભારતીય શાસ્ત્રોના નિષ્કર્મને ભાવનગર માહિતી કચેરીએ ખરા અર્થમાં વાસ્તમવમાં ચરિતાર્થ કરી બતાવી છે.

        ગુજરાત સરકારે પણ ’’ મે નહીં હમ’’ ના સંયુક્ત પ્રયાસોને પ્રોત્સાહન આપવા કલેક્ટર કચેરીઓના બેક ડ્રોપમાં “જીલ્લા” ને બદલે “જીલ્લાની ટીમ” એવા લખાણ દ્વારા સમૂહ પ્રયત્નોના ખ્યાલને સ્થાપિત કર્યો છે. તેવા સમયે એક અદના સેવક માટેની નાની ઉજવણી છતાં, માનવ-માનવના આત્મિય સંબંધોને ઉંચાઇ આપતા આવાં પ્રસંગો કચેરીના વાતાવરણને આત્મીવય બનાવવાં સાથે સમાજને પણ તેમાંથી શીખ લેવાની પ્રેરણા આપી જાય છે.         શ્રી હિતેન પરમારના જન્મદિવસે કચેરીના વડા નાયબ માહિતી નિયામકશ્રી જે.ડી.વસૈયા, સિનિયર સબ એડિટરશ્રી સુનિલ પટેલ તથા સ્ટાફના સૌ મિત્રો હર્ષભેર જોડાયા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/