fbpx
ભાવનગર

વર્તમાનની કોવિડ 19 સ્થિતિને ધ્યાનમાં લઈને પ્રસિદ્ધ તીર્થ સ્થળ ગુરૂઆશ્રમ બગદાણાધામ તારીખ 13ને મંગળવાર વહેલી સવારથી અચોક્કસ મુદત માટે બંધ

વર્તમાનની કોવિડ 19 સ્થિતિને ધ્યાનમાં લઈને પ્રસિદ્ધ તીર્થ સ્થળ ગુરૂઆશ્રમ બગદાણાધામ ખાતે તમામ વિભાગો બંધ રાખવામાં આવ્યા છે. જાણવા મળતી વિગતો મુજબ તારીખ 13/4/ 2021 ને મંગળવારના વહેલી સવારથી અન્ય નિર્ણય ન થાય ત્યાં સુધી બજરંગદાસ બાપા ના ધામ ગુરૂઆશ્રમ બગદાણા મંદિરના દર્શન વિભાગ, ભોજનશાળા તેમજ ધર્મશાળા સહિતના તમામ વિભાગો દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવે છે.શ્રી બજરંગદાસ જી સીતારામ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌને અપીલ પણ કરવામાં આવી છે કે બિનજરૂરી બહાર ના નીકળવું, સામાજિક અંતર રાખવું , માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવો તેમજ વારંવાર હાથ ને સાબુથી ધોતા રહેવું અને સરકાર શ્રી ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવા પણ વિનંતી કરવામાં આવી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે ગત વર્ષે તા.20 માર્ચ 2020 થી તા. 25/10 /2020 (દશેરા) સુધી એમ સતત સાત મહિના સુધી ગુરૂઆશ્રમ બંધ પાળવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts