fbpx
ભાવનગર

ભાવનગર તાપીબાઈ વિકાસગૃહ સંસ્થા ખાતે વૈદિક વૈજ્ઞાનિક યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સેનેટાઈઝેશન કરવામાં આવ્યું

કોરોના વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને તાપીબાઈ વિકાસગૃહ સંસ્થાના પ્રમુખશ્રી નરેન્દ્રભાઈ મોદી,
મંત્રીશ્રી ડૉ.જે.પી મૈયાણી, કોષાધ્યક્ષશ્રી ડો.ગીરીશભાઈ પટેલ દ્વારા સંસ્થામાં આશ્રિત બાળકો-બાળાઓ,
બહેનો તથા સ્ટાફના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તથા પરિસરના વાતાવરણ શુદ્ધિકરણ માટે તા.૧૪-૦૪-૨૦૨૧ને
ડો.આંબેડકર જ્યંતિના પવિત્ર દિવસે ડો.ઓમભાઈ ત્રિવેદી સંશોધિત યજ્ઞ થેરાપી અંતર્ગત ટ્રસ્ટીશ્રી
પ્રિતીબહેન અને સ્ટાફ સાથે ૧૧ ગાયત્રીમંત્રની આહુતી આપી સંસ્થા પરિસરમાં યજ્ઞયાત્રા કરી ઔષધિયુક્ત
સામગ્રી સાથે યજ્ઞના મેડિસિનલ સ્મોક દ્વારા સમગ્ર સંસ્થા પરિસરને ડો.ઓમ ત્રિવેદીએ સેનેટાઈઝ કરી સમગ્ર
વાતાવરણ સુગંધિત અને ઉર્જાવાન કર્યું હતું.


આ સમગ્ર આયોજન સંસ્થાના ટ્રસ્ટીશ્રી પ્રીતિબહેન જે.મૈયાણીના માર્ગદર્શન અને પ્રેરક ઉપસ્થિતિમાં
કરવામાં આવેલ તેમજ આ પવિત્ર કાર્ય માટે સંસ્થા દ્વારા ડો. ઓમભાઈ ત્રિવેદીનો આભાર વ્યક્ત કરવામાં
આવ્યો હતો તેમ સંચાલકશ્રી, તાપીબાઈ વિકાસગૃહ, ભાવનગરની અખબારી યાદી દ્વારા જણાવાયું છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0