fbpx
ભાવનગર

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહુવાના શિવાજી ચોક, ગાંધીબાગ ખાતે માસ્કનું વિતરણ કર્યું

શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આવેલ શિવાજી ચોક, ગાંધીબાગ ખાતે લોકોને કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા માસ્કનું વિતરણ કર્યું હતું.

મંત્રીશ્રીએ અદ્રશ્ય એવી બિમારીએ સમગ્ર વિશ્વને તેના સકંજામાં લીધી છે, ત્યારે તેનાથી બચવાં માસ્ક એ જ સંરક્ષણનું હથિયાર છે. જ્યારે પણ બહાર નિકળો ત્યારે અવશ્ય માસ્ક પહેરવું જોઇએ તેવી અપીલ પણ તેમણે ઉપસ્થિત લોકોને કરી હતી.
માસ્ક પહેરવા સિવાય વારંવાર હાથ ધોવા સેનિટાઇઝરનો ઉપયોગ કરવાં અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અંગે પણ મંત્રીશ્રીએ સૂચન કર્યું હતું.

મંત્રીશ્રીએ લોકોને રાજ્ય સરકાર દ્વારા વખતો વખત બહાર પડાયેલ આરોગ્યને લગતી માર્ગદર્શિકાઓનું પાલન કરવા જણાવ્યું હતું. તેમણે લોકોને કોરોના સામે લડવાં અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

આ તકે મહુવાના ધારાસભ્યશ્રી આર.સી.મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ, જિલ્લા ભા.જ.પ.ના પ્રમુખશ્રી મુકેશભાઈ લંગળીયા, લોક સાહિત્યકારશ્રી માયાભાઈ આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts