fbpx
ભાવનગર

વરતેજ-સિદસર હાઇવે પર સગીર વયના કિશોરની લાશ મળતા ચકચાર મચી

ભાવનગર શહેરના વરતેજ-સિદસરને જાેડતા હાઈવે પર એક નાળા નીચેથી એક સગીર વયના અજાણ્યા કિશોરની લાશ મળી આવતા ચકચાર મચી છે. મૃતક કિશોરના શરીર પરથી તીક્ષણ હથિયારના વીસ કરતા વધુ ઘા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પોલીસે હાલ મૃતક કિશોરની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. તો સાથે હત્યાને અંજામ આપનારાઓની પણ શોધખોળ શરૂ કરવામા આવી છે.

સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વરતેજ થી સિદસર-બુધેલ ને જાેડતો માર્ગ અકસ્માતો તથા ગુનાહિત ઘટનાઓ માટે કુખ્યાત બનેલો છે. જેમાં ખાસ કરીને ફૂલસર ગામ પાછળ પોદાર સ્કૂલ સામે આવેલ નાળુ જીવલેણ અકસ્માત તથા અન્ય ગોજારી ઘટનાઓ માટે પંકાયેલુ છે.

આજે બપોરે પશુ ચરાવતા ગોવાળોએ નાળા નીચે ૧૨ થી ૧૩ વર્ષની ઉંમર ધરાવતા સગીરની લાશ જાેતાં રોડપર પસાર થતાં વાહન ચાલકો-રાહદારીઓને વાકેફ કરતાં કોઈએ વરતેજ પોલીસને જાણ કરતાં એલસીબી તથા વરતેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરતા આ સગીરના શરીર પર ભારે ખુન્નસ સાથે ૨૦ થી વધુ તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી હત્યા કરી પુલ નીચે અવાવરૂ સ્થળે ફેંકી ફરાર થઈ ગયાં હોવાનું જણાયું હતું. આથી પોલીસે ઘટના સ્થળે પંચનામું કરી લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી મૃતક હતભાગી ની ઓળખ તથા હત્યારાઓને ભાળ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/