fbpx
ભાવનગર

પાલીતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામે અષાઢી બીજ તારીખ 12 જુલાઈ ના રોજ 1008 પીપળા રોપવાનો અનોખો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે

વૃક્ષારોપણ ના કાર્યક્રમો ખૂબ થયા છે , વાવાઝોડા થી લાખો વૃક્ષો પડી ગયા છે ત્યારે પ્રજાએ પોતે જ પડ્યા છે તેનાથી બમણા વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે અને ઠેર ઠેર હજ્જારો વૃક્ષો રોપવાના ઉજેરવાના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે મોટી રાજસ્થળી ગામે ગામ ના પૂર્વ સરપંચ નાનુભાઈ ડાખરા દ્વારા કોરોના કાળ માં પડેલી ઓક્સિજન ની તંગી અને આધ્યાત્મિક રીતે પીપળા નું મહત્વ સમજી એક પીપળા નું જ વન બનાવીએ તો કેમ એવો વિચાર મુક્યો હતો અને એ વિચાર ને ગામના યુવાનો સરપંચ જીજ્ઞેશભાઈ અને તેમની પંચાયત ના સભ્યો , શિક્ષક રાકેશભાઈ નાગ્રેચા,રમેશભાઈ ચુડાસમા,ધવલભાઈ ચાવડા ,શૈલેષભાઇ મકવાણા,મહેશભાઈ માંગુકીયા (પરાગ)  વગેરેએ વિચાર ને વધાવી કામ આદર્યું ગામ ના સેવાભાવી લોકો ભગવાનભાઈ ડાખરા,લખાભાઈ ભરવાડ , દીપકભાઈ ત્રિવેદી , કલાભાઈ ચુડાસમા , વિનુભાઈ વકાણી, જેવા અનેક નામી અનામી લોકો કામે લાગ્યા

 તો સુરત થી ગામ નું સુરત માં ચાલતા મંડળ ના પ્રમુખ ભરતભાઇ દેસાઈ , ઘનશ્યામભાઈ નાગ્રેચા,જીતુભાઇ ડાખરા,સંજયભાઈ ગાંધી અને અનેક  મિત્રો સુરત માં કામે લાગ્યા  અને પરિણામ સ્વરૂપ 1000 ટ્રી ગાર્ડ ના દાતા પણ મળ્યા હર્ષદભાઈ જેરામભાઈ દેસાઈ દ્વારા હાથ બનાવટ ના 1000 ટ્રી ગાર્ડ નો ખર્ચ પણ આપવાનું જાહેર કર્યું સાથે યુવાનો ની મિટિંગ વડીલો ની મિટિંગો નો દોર શરૂ થયો તારીખ 10 થી જ જ્યાં પીપળા રોપવાના છે એવા તળાવ કાંઠે જેસીબી થી પાળો સાફ કર્યો અને બાકી યુવાનોએ જાત મહેનત થી બાવળો કાઢી વૃક્ષો વાવવા ખાડા ગાળવાના શરૂ કર્યા સાથે ગામ ની એકતા નું પણ અદભુત ફર્શન થયું મિટિંગ માં પૂર્વ સરપંચો ગોવિંદભાઇ દેસાઈ , નાનુભાઈ ડાખરા,વલ્લભભાઈ મોણપરા, હરેશભાઇ માંગુકીયા, વર્તમાન સરપંચ જીજ્ઞેશભાઈ ચૌહાણ બધા હાજર રહે પક્ષાપક્ષી ભૂલી બધા આ ઉત્તમ કાર્ય માટે પોતાનું યોગદાન જાહેર કરે એવું સુંદર આયોજન થયું છે ત્યારે સોમવાર અષાઢી બીજે સંતો , રાજકીય આગેવાનો , ગામના વડીલો ભાઈઓ બહેનો ની હાજરી માં પીપળા નું પૂજન , શોભાયાત્રા , મહેમાનો નું સ્વાગત સાથે બપોરે 2 વાગે પીપળા રોપણ નો મહોત્સવ ઉજવાશે જેમાં સૌ પર્યાવરણ પ્રેમીઓને મોટી રાજસ્થળી ની પ્રકૃતિ ઋણ સમર્પણ અભિયાન સમીતી દ્વારા હાર્દિક નિમંત્રણ અપાયેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/