fbpx
ભાવનગર

પાલિતાણા તાલુકાની સ્કૂલ ઓફ એકસલન્સ તરીકે પસંદ થયેલ શાળાઓની માર્ગદર્શન શિબિર યોજાઇ

પાલિતાણા તાલુકાની સ્કૂલ ઓફ એકસલન્સ તરીકે આંકોલાળી,મોટી પાણીયાળી જાળિયા(અમ),રાણપરાડા ખારા અને મોડલ સ્કૂલ એમ પાંચ શાળાની પસંદગી થઈ છે,પસંદ થયેલ શાળાઓને માર્ગદર્શન આપવા માટેની શિબિર આંકોલાળી પ્રા.શાળામાં યોજાઇ હતી જેમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી હિરેનભાઈ ભટ્ટ દ્વારા સ્કૂલ ઓફ એકસન્સ તરીકે પસંદ થનાર શાળાઓને અભિનંદન આપી આગામી દિવસોમાં થનાર ફેરફાર અંગે વિગતવાર સમજાવ્યું હતું જ્યારે બી.આર.સી હાર્દિકભાઈ ગોહેલ દ્વારા આગામી એકશન પ્લાન અંગે માહિતી પૂરી પાડી હતી અને ડાયેટના લેકચરર રાજેશ્રીબેન ઓનધિયા દ્વારા શિક્ષકોને પોતાનામાં રહેલ આવડતનો લાભ વધુમાં વધુ બાળકોને મળે તે માટે વિશેષ પ્રયત્ન કરવા આહવાન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં સ્કૂલ ઓફ એકસલન્સ તરીકે પસંદ થયેલ શાળાઓના આચાર્ય બી.એ.વાળા, યુનુસખાન બલોચ, બળવંતભાઈ રાઠોડ અને આ શાળાઓના શિક્ષકો તથા સી.આર.સી ઉપસ્થિત રહેલ.યજમાન શાળાના આચાર્ય અશોકભાઇ રાઠોડ દ્વારા પોતાની શાળામાં થયેલ નોંધપાત્ર કાર્ય અંગે માહિતી આપવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/