fbpx
ભાવનગર

રોડના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતો બંધ કરાવી સારી ગુણવતા વાળા રોડ બનાવો : સંજયસિંહ ગોહિલ

રોડના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે સાથે સરકારની હલકી ગુણવતા અને એક કક્ષા કરતા વધારે નીચા ટેન્ડરના ભાવ જેવા કારણો ને કારણે નવા જ બનેલા રોડ પણ માંડ ત્રણ/ચાર મહિનામાં તુટી જાય છે. નેશનલ હાઈવે ઉપર પણ આજ સ્થિતી છે. એટલે જ તો તુટેલા નેશનલ હાઈવેના કારણે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 558 અકસ્માત સર્જાયા છે. જેમાં 234 લોકોનાં મોત થયા છે.

આ ખુલાસો ખુદ કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટમાં થયો છે. આ જ 3 વર્ષમાં ગુજરાતમાં નેશનલ હાઈવેના સમારકામ માટે ₹366.81 કરોડની ફાળવણી થઈ છે. જોકે તેમાંથી માત્ર ₹270 કરોડનો ખર્ચ (આમાંથી પણ કેટલા નાણાં કોન્ટ્રાક્ટરો અને ભાજપના નેતાઓના ગજવામાં ગયા હશે તે તમે સમજી શકો છો) કરાયો હતો, જ્યારે ₹96.11 કરોડ વાપરવામાં જ નથી આવ્યા.

આ વાત તો થઈ નેશનલ હાઈવેની! હવે તમે જ વિચારો રાજ્યના અન્ય કેટલા રોડ ઉપર કેટલા અકસ્માત સર્જાતા હશે અને તેમાં કેટલા લોકોનાં મોત થતા હશે? આ બધુજ સરકાર અને તંત્ર મુક બની જોય રહ્યું હોય રોડ બન્યા બાદ તરત જ તૂટી જાય છતાં કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ જ પગલાં ભરાતા નથી તેનું પરિણામ છે.. સંજયસિંહ ગોહિલ પૂર્વ પ્રમુખ ઘોઘા તાલુકા પંચાયત

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/