fbpx
ભાવનગર

નારી ગૌરવ દિવસ- ‘મહિલાની રક્ષા, સુરક્ષા, આત્મનિર્ભરતા અને સશક્તિકરણ’ની દિશાનું પગલું

તા.૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. 

 તે અંતર્ગત આજે આ કડીના ચોથા દિવસે ભાવનગર જિલ્લામાં ‘‘નારી ગૌરવ દિવસ’ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાનો ‘‘નારી ગૌરવ દિવસ’ નો કાર્યક્રમ ‘અટલ બિહારી બાજપાયી ઓપન એર થિયેટર’ મોતીબાગ ખાતે તેમજ જિલ્લાના કાર્યક્રમ મહુવા અને પાલિતાણા ખાતે યોજાયાં હતાં. આ ઉપરાંત ભાવનગરના સુભાષનગરમાં – ૨ તથા ભરતનગરમાં – ૧ આંગણવાડીઓનું મહાનુભાવોના હસ્તે લોકાર્પણ  પણ કરવામાં આવ્યું હતું. 

ભાવનગરના ‘અટલ બિહારી બાજપાયી ઓપન એર થિયેટર’  મોતીબાગ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનાના ચેરમેનશ્રી ડો. ભરતભાઇ બોઘરાએ જણાવ્યું કે, રાજ્યની વર્તમાન સરકાર દ્વારા અનેક મહિલાલક્ષી પગલાઓ ઉઠાવ્યાં છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેમજ સરકારી નોકરીની ભરતીમાં પણ અનામત આપીને મહિલા શક્તિને સામર્થ્યવાન બનાવવાનું કાર્ય કરાવામાં આવ્યું છે. આ મહિલા શક્તિના સામર્થ્યના સથવારે સમૃધ્ધ ગુજરાતનું નિર્માણ કરવું છે.

તેમણે જણાવ્યું કે, વર્તમાન સરકારે મહિલાઓને સમાજમાં અદકેરું સ્થાન મળે તે માટે મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત વિવિધ સહાય, રાહત તથા મદદ દ્વારા મહિલાઓને પુરૂષ સમોવડી બનાવવાનો ભગીરથ પ્રયાસ આદર્યો છે.

એક મહિલાને ટેકો મળતાં તેના કુટુંબને ટેકો મળે છે. કુટુંબની સાથે સાથે સમાજ પણ આગળ આવે છે અને એક સક્ષમ રાષ્ટ્રના નિર્માણ માટે પુરૂષ જેટલી જ નારી શક્તિની ભાગીદારી જરૂરી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે અનેક કલ્યાણકારી યોજનાઓ થકી મહિલાઓનું સશક્તિકરણ કરીને સમાજમાં આગવું સ્થાન અપાવ્યું છે. સ્વ- સહાયની બહેનોને માત્ર આર્થિક સહાય જ નથી પૂરી પાડી પણ તેઓ તેમના પગ પર જાતે ઉભી રહી શકે તે માટે જે- તે ઉદ્યોગ માટેનું હુન્નર- કૌશલ્ય પણ શીખવાડ્યું છે.

તેમણે કહ્યું કે, ભારતમાં નારી શક્તિને પૂજનીય અને વંદનીય ગણવામાં આવે છે. તેથી જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તેઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારથી મહિલા વિકાસનું આ અભિયાન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આગળ ધપાવી રહ્યાં છે.

તેમણે કહ્યું કે, ગુજરાતમાં મહિલાઓ માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિ એટલી સારી છે કે મહિલાઓ રાત્રે પણ બહાર નીકળી શકે છે. પોતાને ગમતો વ્યવસાય- નોકરી કરી શકે છે. આ બધું રાજ્ય સરકારના સઘન પગલાંઓને કારણે શક્ય બન્યું છે.

મહિલા સગર્ભા હોય ત્યાંથી માંડીને પ્રસૂતિ સુધીની સુદ્રઢ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે. મહિલાઓને ચૂલો ફુંકવાથી અને તેના લીધે નીકળતાં ધૂમાડામાંથી મુક્તિ અપાવવા માટે વડાપ્રધાનશ્રીએ ઉજ્જવલા યોજના દ્વારા ગેસનું કનેક્શન આપ્યું છે. ગઇકાલે જ અંત્યોદય પરિવારોને દિવાળી સુધી દર મહિને ૫ કિલો અનાજ આપવાની શરૂઆત કરાવી હતી.

તેમણે ઉપસ્થિત નારી શક્તિને ‘‘નારી ગૌરવ દિવસ’ ની શુભકામનાઓ આપી તેઓ આ યોજનાઓ દ્વારા આગળ આવે અને ભારતનું ભાવી ઉજ્જવળ બનાવવામાં યોગદાન આપે તેવી અપીલ કરી હતી.

ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધરીયાએ કહ્યું કે, નારી શક્તિએ વાત્સલ્ય, લાગણી, મમતા અને સહનશીલતાનો સરવાળો છે. તો સમય આવે તે રણચંડી પણ બની શકે તેવી શક્તિ ધરાવે છે.

તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની મહિલાલક્ષી નીતિઓને કારણે આજે મહિલાઓ સમાજના તમામ ક્ષેત્રોમાં પોતાનું નામ બનાવી રહી છે.

રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટીની નોંધણી ફી માં માફીના નિર્ણયને કારણે આજે અનેક મહિલાઓ મિલકતોની માલિક બની છે તેમ જણાવી કહ્યું કે, રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રીએ વિધવા બહેનો પુનઃ લગ્ન કરે તો તેને પ્રોત્સાહન આપવાં માટે રૂા. ૫૦ હજારની સહાયની યોજના તાજેતરમાં શરૂઆત કરાવી છે. તેનાથી આવી મહિલાઓ અબળા ન બની રહેતાં સબળાં બની સમાજમાં સન્માનભેર જીવી શકશે.

‘‘નારી ગૌરવ દિવસ’ અંતર્ગત સખી મંડળને સહાય વિતરણ, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન સહાય યોજના, વ્હાલી દિકરી યોજનાની લાભાર્થી બહેનોને આર્થિક સહાયના ચેક વિતરીત કરવામાં આવ્યાં હતાં.

આ અવસરે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા અને કલેક્ટરશ્રી યોગેશ નીરગુડેએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતાં. આભારવિધિ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવાએ કરી હતી. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એમ.એ.ગાંધી, શહેર પ્રમુખશ્રી રાજીવભાઈ પંડ્યા,  દંડકશ્રી પંકજસિંહજી, પદાધિકારીશ્રીઓ-મહાનુભાવો તેમજ જિલ્લા વહીવટી તંત્રનાં અધિકારીશ્રીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/