fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ સન્માન કાર્યક્રમ યોજાયો

આજના ‘શિક્ષક દિવસે’ ભાવનગર જિલ્લા અને તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

ભાવનગર જિલ્લા કક્ષાનો ‘શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક’ સન્માન કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના  અધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજાએ જણાવ્યું કે, ૨૧ મી સદી જ્ઞાનની સદી છે, તેને વાસ્તવમાં પરિણામલક્ષી એક શિક્ષક જ બનાવી શકે. શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. સમાજ-જીવનમાં યોગદાન દ્વારા તે હંમેશા પ્રતિત થતું આવ્યું છે.

હાઇટેક સ્કૂલ,કાળીયાબીડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, સમાજ જીવનના કોઈ પણ સફળ વ્યક્તિત્વની પાછળ એક શિક્ષકનું અભૂતપૂર્વ યોગદાન હોય છે.સમાજમાં ભણતર સાથે ગણતર અને ઘડતર કરવાનું શ્રેષ્ઠ કાર્ય શિક્ષકો કરે છે.

આજે સન્માનિત થયેલા શિક્ષકોએ તેમની ક્ષમતાને બહાર લાવીને સમાજનું પિઘડવાનું કાર્ય કર્યું છે. આજે થયેલું સન્માન તે વ્યક્તિનું નહીં, પરંતુ તેમના કાર્યનું સન્માન છે, શ્રેષ્ઠતાનું સન્માન છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, વ્યક્તિ તેના જીવનમાં માં, માતૃભૂમિ સાથે શિક્ષકને પણ જીવનપર્યંત ભૂલી શકતો નથી. તેવું અનુપમ યોગદાન શિક્ષકનું વિદ્યાર્થીના ઘડતરમાં હોય છે.એક શિક્ષક જ સમાજને શ્રેષ્ઠતમ બનાવી શકે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેઓ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતાં ત્યારે જ શિક્ષણનું ઉધ્વીકરણ થાય અને શિક્ષક અને તેમના કાર્યનું યોગ્ય સન્માન થાય તે માટેની વ્યવસ્થા ગોઠવી હતી.

શિક્ષક યોગ્ય રીતે તૈયાર થાય, વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ જાગૃત બને અને તે સાથે રાજ્ય સરકાર માળખાકીય સુવિધા પૂરી પાડે આવા ત્રિવિધ આયોજન હેઠળ શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવવાનું કાર્ય રાજ્ય સરકારે કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે, કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ દ્વારા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી, શાળાઓમાં સો ટકા નામાંકન હાસલ કરી રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારી છે.

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ જણાવ્યું કે, તેમના પિતાશ્રી પોતે એક શિક્ષક હતાં. એટલે શરૂઆતથી જ શિક્ષણના વાતાવરણ વચ્ચે મારો ઉછેર થયો છે.

શિક્ષક માત્ર પુસ્તકીયુ જ્ઞાન નહીં,પરંતુ જીવન જીવવાની કેળવણી પણ આપે છે અને તે દ્વારા તે શ્રેષ્ઠ સમાજ,શ્રેષ્ઠ વિદ્યાર્થીનું નિર્માણ કરે છે.

તેમણે વધુમાં કહ્યું કે, માટીના પીંડમાંથી શ્રેષ્ઠ મૂર્તિ ઘડવાનું કૌશલ્ય શિક્ષકોના હાથમાં છે. માત્ર વિદ્યાર્થી જ નહીં પરંતુ સમાજ,ગામના ઘડતર દ્વારા તેને નવી દિશા આપવાનું કામ સમર્થ શિક્ષકો કરી શકે છે.

જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગૂડેએ જણાવ્યું કે, શિક્ષક સમાજને આગળ લઈ જવાની મહત્વપૂર્ણ જવાબદારી વહન કરે છે.તેથી તેમની વિશેષ જવાબદારી બની જાય છે.

સમાજના જવાબદાર નાગરિકોને ઘડવાનું મહત્વપૂર્ણ કાર્ય શિક્ષકો કરે છે તેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે, છેલ્લા એક-દોઢ વર્ષથી શાળાઓ બંધ હતી.પરંતુ બે દિવસ પૂર્વે શાળાઓ શરૂ થઈ છે, વિદ્યાર્થીઓ શાળામાં આવતાં થયાં છે.

બે દિવસ પહેલા તેમણે જિલ્લાની શાળાઓની લીધેલી મુલાકાતનો અનુભવ વર્ણવતા કહ્યું કે, એક શાળાની મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યું હતું કે, તમને શાળામાં આવવાની મજા આવે છે કે ઘરે રહેવાની !! તો વિદ્યાર્થીઓએ પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, તેમને શાળામાં આવવાની મજા આવે છે.આ જવાબ બતાવે છે કે વિદ્યાર્થીઓને શાળામાં આવવું ગમે છે.તેમને ભણવાની મજા આવે છે. આ બધું શિક્ષકોની નાવિન્યપૂર્ણ શૈલીથી અને આનંદપૂર્વક વિદ્યાર્થીઓને ભણાવવાની પ્રેરણાને કારણે શક્ય બને છે. આવું કાર્ય કરવા માટે તેમણે શિક્ષકો મિત્રોને અભિનંદનને પાત્ર છે તેમ ઉમેર્યું હતું.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.વી.મીયાણીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું ક્ષમતા નિર્માણ કરી સ્વસ્થ સમાજ સાથે મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરવા શિક્ષકોની ભૂમિકા અનિવાર્ય અને પ્રસ્તુત રહી છે.

 આ કાર્ય માટે તેઓ સમાજનું માન-સન્માન મેળવે છે તો રાજ્ય સરકાર દ્વારા પણ શિક્ષકોના કાર્યની કદર કરીને તેમને ‘શ્રેષ્ઠ શિક્ષક’નો એવોર્ડ આપીને યથોચિત રીતે સન્માનિત કરવામાં આવે છે.

શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન સાથે જિલ્લાના પ્રતિભાશાળી બાળકોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે  જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.પ્રશાંત જિલોવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન શ્રીમતિ કમુબેન ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એન.જી. વ્યાસ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્યશ્રી હિરેન ભટ્ટ, શ્રી રાજીવભાઈ પંડ્યા સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/