fbpx
ભાવનગર

ભાવનગરના રાજવી દ્વારા નિષ્કલંક મહાદેવની ૧૨૬મી ધજાનું પૂજન કરવામાં આવ્યું

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલ કોળિયાક ગામે દરિયા કિનારે આવેલા નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં દરવર્ષે ભાદરવી અમાસના રોજ મેળો ભરાય છે. ભાદરવીના આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવના દર્શને આવતા હોય છે, આ સમયે પરંપરાગત રીતે ભાવનગરના રાજવી પરિવાર દ્વારા નિષ્કલંક મહાદેવના મંદિરે પ્રથમ ધજા ચડાવવામાં આવે છે, શ્રાવણ માસના અંતિમ દિવસને ભાદરવી અમાસ તરીકે ઉજવાય છે ત્યારે રાજવી પરિવારના રાજવી વિજયરાજસિંહજી દ્વારા નિષ્કલંક મહાદેવની ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું,

રાજવી પરિવારની આ ધજા રાજવી પરિવારવતી ક્ષત્રિય સમાજના આગેવાનો કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવને ચડાવતા હોય છે પરંતુ આ વર્ષે ભાવનગર ના યુવરાજ જયવિરરાજસિંહજી ગોહિલ ખુદ મહાદેવની પૂજા કરી ધજા ચડાવી હતી શહેરના રાજવી દ્વારા નિષ્કલંક મહાદેવની ૧૨૬મી ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાનું હાલના રાજવી વિજયરાજસિંહજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું. ધજા પૂજન સમયે સીમિત સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જાેડાયા હતા. રાજવી પરિવાર દ્વારા દરવર્ષે કોળિયાક ખાતે ભાદરવીના મેળામાં નિષ્કલંક મહાદેવને ધજા ચડાવવામાં આવે છે. જેમાં આ વર્ષે નિષ્કલંક મહાદેવ જઈ ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજી ખુદ મહાદેવની ૧૨૬મી ધ્વજા પોતાના હાથે ચડાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/