fbpx
ભાવનગર

કોરોનાના કારણે સતત બીજા વર્ષે ભાદરવી અમાસના પર્વે કોળીયાકનો મેળો બંધ

દેવાધિદેવ મહાદેવની આરાધના માટે વિશેષ મહત્વ ધરાવતી સોમવતી અમાસ યોગાનુયોગ સોમવારે આવતી હોય તેનું ભાવિકોમાં મહત્વ સવિશેષ વધી ગયુ હોય સોમવારે વહેલી સવારથી જ ભાવનગર શહેર અને જિલ્લાભરના તમામ પ્રાચીન અને અર્વાચીન શિવાલયોમાં ભકતોની ભીડ જાેવા મળી હતી. કેટલાક પ્રાચીન મંદિર ખુલતા જ મહાદેવના પ્રથમ દર્શન કરવા તેમજ જળાભિષેક,દુગ્ધાભિષેક,પૂજન અને અર્ચન માટે ભકતોની લાંબી કતારો પણ દ્રશ્યમાન થઈ હતી અને ચોતરફ ધર્મ અને ભકિતમય માહોલ છવાયેલો જણાતો હતો.

આજના દિવસે શિવાલયોમાં તેમજ અનેક શ્રધ્ધાળુઓએ તેમના ઘેર પાર્થિવ શિવલીંગ પૂજન, મહામૃત્યુંજય યજ્ઞા, સવાલક્ષ બીલ્વપૂજા,લઘુરુદ્ર, રૂદ્રીપાઠ,બટુકભોજન, બ્રહ્મભોજન સહિતના કાર્યક્રમો ગોઠવ્યા હતા.કોરોનાને લઈને ગત વર્ષની જેમ આ વર્ષે પણ પ્રતિબંધ મુકાતા કોળીયાક પાસેના પૌરાણિક યાત્રાધામ નિષ્કલંક મહાદેવના મંદિરે ભાવિકોએ સમુદ્ર સ્નાન ન કર્યુ અસ્થિ વિસર્જન માટે આવેલા અસંખ્ય પરિવારો નજરે ચડયા હતા.અગાઉના વર્ષોમાં ભાદરવી અમાસના પર્વની પુર્વ સંધ્યાથી જ કોળીયાકમાં દરિયા કિનારે દૂરદૂરથી આબાલવૃધ્ધ શ્રધ્ધાળુઓ ઉમટતા હતા અત્રે બે દિવસ અને એક રાત્રીના ભાતીગળ લોકમેળામાં લાખ્ખો ભાવીકો સમુદ્રસ્નાન સાથે મેળાની મોજ માણી ધન્યતાની લાગણી અનુભવતા હતા.

જયારે આ વર્ષે કોરોનાને લઈને મેળો બંધ રહ્યો હતો. જયારે અસ્થિ વિસર્જન કરવા આવેલ વ્યકિતઓ સહિત મર્યાદિત લોકોએ સ્નાન કર્યુ હતુ.આજે અત્રે સર્વપ્રથમ વખત યુવરાજએ ધજા ચડાવી પૂજન કર્યુ હતુ.તેઓએ કોરોનાની મહામારી દુર થાય અને ભાવનગરવાસીઓ સુખી અને સલામત રહે તેવી પ્રાર્થના કરી હતી. આ અવસરે મંત્રીના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કોળીયાકના માર્ગમાં ઠેર ઠેર બેરીકેટ લગાવાયા હતા. શ્રાવણ માસના છેલ્લા બે દિવસ મોટા ગોપનાથ તીર્થમાં પણ પરંપરાગત લોકમેળો ભરાય છે. જયારે શહેેરના ચાવડી ગેટ ખાતે ભાદરવી અમાસનો ભાતીગળ લોકમેળો બંધ રખાયો હતો.રંઘોળામાં ભાવનાથ મહાદેવતેમજ સિહોરમાં ગૌતમેશ્વર મહાદેવ સહિત નવનાથના શિવાલયોમાં પણ શ્રધ્ધાળુઓની ભીડ જાેવા મળી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/