fbpx
ભાવનગર

સિહોર-ટાણા રોડની દુર્દશાથી વાહનચાલકો પરેશાન

સિહોર શહેરમાં કોઈપણ સ્થળે મરણનો બનાવ બને ત્યારે શબવાહિની અને એમ્બ્યુલન્સ સહિતના ખાનગી વાહનચાલકો માટે શિરદર્દ સમાન આ મહત્વના ખખડધજ માર્ગ પરથી પસાર થવામાં નાકે દમ આવી જાય છે. આ માર્ગ પરના ખાડાઓમાં હાલ વરસાદના પાણી ભરાયેલા રહે છે. જેથી ત્યાં ઝીણી જીવાતો,માખી અને મચ્છરનો ભારે ઉપદ્રવ પણ વધી રહ્યો છે. આ ગંભીર બાબતે સિહોર નગરપાલીકાની ઉદાસીનતા શહેરીજનોમાં ટીકાને પાત્ર બની છેસિહોરથી ટાણા જવાના આ માર્ગ ઉપર અનેક રહેણાંકીય સોસાયટીઓ આવેલ છે.રહિશો અને વાહનચાલકોની અવરજવરથી સતત ધમધમી રહેલા આ અત્યંત મહત્વના હાઈવેની લાંબા સમયથી દુર્દશા જાેવા મળી રહી છે. એટલુ જ નહિ, ટાણા, સાગવાડી, કાજાવદર, જાંબાળા, દેવગાણા અને બોરડી, અગીયાળી, સરકડીયા, વરલ, ગુંદાળા, ભાંખલ સહિતના ૧૯ ગામો તરફ જવા માટેના આ એકમાત્ર ખડખડીયા માર્ગમાં ગટરગંગા પણ નિરંતર વહી રહી છે. ઉપરોકત ગામોમાંથી ગંભીર હાલતના દર્દીઓને લાવવા અને લઈ જવા માટેની ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સને તદ્રન બિસ્માર હાલતના આ રોડ ઉપર પસાર થવામાં વિલંબ થાય છે. અનેક ખાનગી વાહનોના ટાયરમાં છાસવારે પંચર પડી જાય છે અને વાહનોના સ્પેરપાર્ટસને પણ નુકશાન થાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/