fbpx
ભાવનગર

તાત્કાલિક વઘારા નુ પાણી કેનાળ મા છોડવા ની સુચના આપી આ ખેડૂત હિતનો નિર્ણય લેતા રાષ્ટીય ભાજપા ઉપાધ્યક્ષ તેમજ સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળની સુચનાથી શેત્રુંજી ડેમના દરવાજા ખોલાયા

 સૌરાષ્ટ્ર ની સૌથી લાંબી નદી જે પાલીતાણા નજીક આવેલ શેત્રુજી ડેમનું જવાહરલાલ નહેરુ ના હસ્તે ઉદ્ઘાટન થયેલ, આ શેત્રુજી ડેમ કુલ ૩૦૮.૬૮ ઘ.મી નો જળસંગ્રહ ની ક્ષમતા ધરાવતો આ શેત્રુજી ડેમ ભાવનગર જીલ્લા માટે આશીર્વાદ સમાન છે, આ ડેમ માંથી ભાવનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડવા માં આવે છે.તેમજ જીલ્લા ના પાલીતાણા ,ગારીયાધાર તળાજા ,મહુવા તાલુકા ના ગામડાઓ ને પણ પીવાનું તેમજ પિયત નું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ડેમ માંથી ડાબા અને જમણા કાંઠા ની કેનાળો મારફતે પાલીતાણા,તળાજા,ઘોઘા મહુવા ના ગામડાઓ માં પિયત માટે પાણી આપવામાં આવે છે.
આજ રોજ જીલ્લા ની જીવાદોરી સમાન શૈત્રુજી ડેમ ઓવરફ્લો થતા જે પાણી દરીયામા જાય છે જે બાબત ખેડૂતો અને સ્થાનિક આગેવાનો દ્વારા આ પાણી બન્ને કાઠા ની કેનાળ મા છોડવાની રજુઆત આવતા આ પાણી દરીયામા જાય છે તાત્કાલિક વઘારા નુ પાણી કેનાળ મા છોડવા ની સુચના આપી આપણા સાસંદશ્રી એ આ ખેડૂત હિત નો નિર્ણય લેતા  જેતે અઘિકારી ઓ ને સૂચના આપી અને કેનાળ મા પાણી છોડવા  જણાવેલ જે બાબત સાંસદ શ્રી દ્વારા તાત્કાલીક નિણૅય લેવા બદલ ખેડુતો દ્વારા ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ સાથોસાથ બંને કેનાલો ડાબા અને જમણા કાંઠામાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં હર્ષ અને આનંદની લાગણી સાથે પાણીના સ્તરમાં પણ ફાયદો થશે. ભાવનગર જિલ્લાના અનેક ગામોને સિંચાઈનો પ્રશ્ન પણ હલ થયો છે. તેમ સાંસદશ્રીની ઓફીસ દ્વારા જણાવ્યું છે.
આનંદભાઈ ચૌહાણ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/