fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો


ભાવનગર શહેરને પાણી પુરૂ પાડતા ત્રણ જળાશયો પૈકી શેત્રુંજી ડેમ પૂરો ૩૪ ફૂટ ભરાયેલો છે જ્યારે શહેરમાં આવેલા બોરતળાવની સપાટી ૩૭.૧૧ ફૂટ થઇ ગઇ છે તો રાજપરા-ખોડિયાર તળાવની સપાટી ૧૦.૮ ફૂટ છે.રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં પણ સારો વરસાદ પડ્યો છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૬૭.૨૫ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ભાવનગર તાલુકામાં ૪૦ મિમી, ઘોઘા તાલુકામાં ૧૦ મિમી., વલ્લભીપુર તાલુકામાં ૭ મિમી., સિહોર તાલુકામાં ૫ મિમી. અને મહુવા તાલુકામાં ૪ મિમી. વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ વરસાદ જાેઈએ તો મહુવા તાલુકામાં ૫૯૦ મિમી., પાલીતાણા તાલુકામાં ૪૦૯ મિમી., ઘોઘા તાલુકામાં ૪૬૩ મિમી., તળાજા તાલુકામાં ૨૫૫ મિમી., ભાવનગર તાલુકામાં ૫૪૧ મિમી., જેસર તાલુકામાં ૨૯૬ મિમી., ગારીયાધાર તાલુકામાં ૪૨૭ મિમી., સિહોર તાલુકામાં ૨૬૧ મિમી., ઉમરાળા તાલુકામાં ૩૬૨ મિમી. અને વલ્લભીપુર તાલુકામાં ૩૬૬ મિમી. વરસાદ પડ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૬૭.૨૫ ટકા વરસાદ નોંધાયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/