fbpx
ભાવનગર

વૃક્ષ વાવેતર તથા વન્યપ્રાણી સંરક્ષણની કામગીરી આગામી સમયમાં કઈ રીતે ઉપયોગી થાય તે રીતે અસરકારક કામગીરીની ચર્ચા અંગે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે કાર્યક્રમ યોજાયો

તા.૦૩/૧૦/૨૦૨૧ નાં રોજ ભાવનગર જિલ્લાની સ્વૈચ્છિક સંસ્થા રાજહંસ નેચર ક્લબ દ્વાર ભાવનગરનાં સભ્યો તથા વેળાવદર નેશનલ પાર્કનાં ગાઇડ તથા વેળાવદર રેંન્જનાં સ્ટાફ દ્વારા વેળાવદર નેશનલ પાર્કનાં બજુબાજુનાં વિસ્તારમાં વાયરલેસ વોચટાવરથી અધેલાઇ વોચટાવર ચોકી સુધીની સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલ તથા આ વિસ્તારમાં વાતાવરણને અનુકૂળ વૃક્ષોનું ટીપમાં મોટા થાય તે રીતે તેમજ આગામી સમયમાં યોગ્ય રીતે વાવેતર કરી શકાય તે રીતે આયોજન હાથ ધરી તેમજ ચાલુ ચોમાસામાં વરસાદ દરમ્યાન નીચે પડી ગયેલા રોડ સાઈડનાં સાઇનબોર્ડને યોગ્ય રીતે લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. ત્યારબાદ ભોજન લઈ મેઈન ગેટથી ઇન્ટરપ્રીટેશન સેન્ટર સુધીની સાફસફાઈ કરી, ઇન્ટરપ્રીટેશન સેન્ટર ખાતે વેળાવદર નેશનલપાર્કમાં જોવા મળતા વન્યજીવો વિશે માહિતગાર કરેલ અને વન્યપ્રાણી સંરક્ષણની કામગીરી આગામી સમયમાં કઈ રીતે ઉપયોગી થાય તે રીતે અસરકારક કામ કરી મદદરૂપ થઇ શકાય તે મુજબની સકારાત્મક ચર્ચા કરી, વન્ય જીવોના જતન અને રક્ષણમાં સહભાગી બનવા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ અને સમાજ જીવનમાં જરૂરી જાગૃતિ ફેલાવવા માટે રાજહંસ નેચર ક્લબ દ્વારા વન વિભાગને મદદરૂપ થવા માટે પ્રતિબદ્ધતા દાખવેલ. બાદમાં વેળાવદર રેન્જનાં સ્ટાફ દ્વારા તમામનો આભાર વ્યક્ત કરવાં આવેલ હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/