fbpx
ભાવનગર

જેસર તાલુકાના અયાવેજ ગામે રૂ.૧ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ

સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા છે. તે અંતર્ગત આજના બીજા દિવસે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના અયાવેજ ગામે રૂ. ૧  કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પૂર્ણાબા સરવૈયાએ કર્યું હતું.તેમણે દેપલા અને તાતણીયા ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું પણ ખાતમુહુર્ત કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, અયાવેજ ગામે નવા તૈયાર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટેની જમીન ગામના ખુમાનસિંહ સરવૈયાએ દાનમાં આપેલી છે.આ અવસરે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પૂર્ણાબા સરવૈયાએ જણાવ્યું કે, જેસર તાલુકોએ ભાવનગર જિલ્લાનો સૌથી છેવાડે આવેલો તાલુકો છે. જેસર તાલુકામાં કોઈપણ વ્યક્તિ બીમાર પડે કે તાત્કાલિક સારવારની જરૂર પડે ત્યારે અહીંથી છેક ભાવનગર શહેર સુધી જવું પડે છે. જેમાં કટોકટીનો સમયગાળો વીતી જવાથી ઘણી વાર દર્દી માટે તે પ્રાણઘાતક નીવડતો હોય છે. તેવા સમયે ઘરઆંગણે જ આવાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉભા થવાથી મુશ્કેલીમાં રહેલા દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળવાથી તેનો જીવ બચાવી શકાય છે.

પૂર્ણાબાએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ લોકોની સેવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે ત્યારે તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.તેમણે જમીન દાનમાં આપનાર ખુમાનસિંહ સરવૈયાનો આભાર પ્રગટ કરી પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ દ્વારા અનેક લોકોના ગંભીર પ્રકારના રોગોની સારવાર મફત ઉપલબ્ધ થઈ છે.રાજ્ય સરકારના નિરામય ગુજરાતના ધ્યેયને પાર પાડવા માટે તેમજ કોરોનાથી બચવા માટે હજુ પણ જે લોકો રસીકરણથી બાકી છે.તે લોકો ઝડપથી કોરોનાની રસી લઈ લે અને પોતાની સાથે સમાજના રક્ષણ માટે પણ પ્રતિબંધ બને  તે આજની જરૂરિયાત છે.આ લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે જેસર તાલુકા વિકાસ અધિકારીશ્રી બી.એમ. વાઘેલા, તાલુકા હેલ્થ અધિકારીશ્રી કણઝરીયા, ગામના આગેવાનશ્રી નીતુભા સરવૈયા,આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/