fbpx
ભાવનગર

પ્રકૃતિ અને સંસ્કૃતિનું કાર્ય એટલે ઈશ્વરનું કાર્ય : ગરીબરામબાપુ

કોળિયાક તિર્થ સમુદ્ર કિનારા પર યોજાયું સફાઈ કાર્ય

વરતેજ નાની ખોડિયાર માતાજી જીવદયા સંસ્થા દ્વારા શરૂ થયેલા પ્રકૃતિ સંસ્કૃતિ સમન્વય અભિયાન દ્વારા કોળિયાક તિર્થ સમુદ્ર કિનારા પર યોજાયેલા સફાઈ કાર્યમાં શ્રી ગરીબરામબાપુએ જણાવ્યું કે, પ્રકૃતિ અને સંસ્કૃતિનું કાર્ય એટલે ઈશ્વરનું કાર્ય છે. નિષ્કલંક મહાદેવ કોળિયાક ખાતે અમાસ પર્વે ભારે ભીડ વચ્ચે કાર્યકર્તા સેવકો દ્વારા કથા વક્તા શ્રી હરસિધ્ધીદીદીના સંકલન સાથે સફાઈ કાર્યનું આયોજન થયું હતું.
કોળિયાક ખાતે આ પ્રસંગે શ્રી વિશ્વાનંદમયી માતાજીએ પર્યાવરણ સંવર્ધનના આ કામને કૃષ્ણ કાર્ય સાથે સરખાવ્યું હતું.
આ સમુદ્ર કિનારે ભારે ચિંતાજનક સ્થિતિમાં પૂજા સામગ્રી સાથે પર્યાવરણને હાનિકારક વસ્તુઓ પદાર્થ પધરાવતા હોઈ, આ કચરો સાફ કરાયો હતો. સાધુ સમાજના અગ્રણી શ્રી વિશ્વંભરદાસબાપુ, શ્રી પ્રવિણગીરી ગોસ્વામીજી, સહયોગી પત્રકાર શ્રી પ્રેમ કંડોલિયા, વનવિભાગના શ્રી હાર્દિકસિંહ ગોહિલ દ્વારા અભિયાનને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું. અભિયાનના પ્રેરક શ્રી હરસિધ્ધીદીદીના આયોજન સાથે આગામી પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ અહીંયા કરાયો. આજના સંકલનમાં શ્રી ભાવિકભાઈ ગોહિલ સાથે ગુજરાત જળ બિરદારીના સંયોજક શ્રી મૂકેશ પંડિત રહ્યા હતા. અહીંયા કોળિયાકના સરપંચ શ્રી જગદીશભાઈ સોલંકી સાથે કાર્યકર્તા શ્રી અંસારઅલી કાનાણી જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/