fbpx
ભાવનગર

ભાવનગર શહેરનાં બે સ્થળોએ ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી રૂ.૭.૫૦ લાખનો દંડ વસુલ્યો

ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારનાં ફુડ સેફટી ઓફિસરશ્રીઓ દ્વારા સંયુક્ત તથા સ્વતંત્ર રીતે ખાદ્ય ચીજવસ્તુના ઉત્પાદન વેચાણ સંગ્રહ કરનાર વેપારી પેઢીના એકમો પર દરોડા પાડી તેમની પાસેથી તપાસ દરમિયાન ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ નાં નિતી નિયમો અન્વયેની શંકાનાં આધારે ખાદ્ય ચીજવસ્તુઓનાં નમૂનાઓ પ્રાદેશીક ખોરાક પ્રયોગશાળા ખાતે મોકલતા સદર નમુનાઓ મીસ બ્રાન્ડેડ સબ સ્ટાન્ડર્ડ જાહેર થતા સંબંધિત ફુડ સેફટી ઓફિસરશ્રી દ્વારા અત્રેની એજ્યુડીકેટોલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ. જે કેસોની ધારા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ અને વેપારી પેઢીનાં એકમોને દંડની સજા કરવામાં આવેલ છે.

જેમાં ૧) ભાવનગર શહેરનાં દાણાપીઠ ખાતે આવેલ શ્રી નવીનચંદ્ર રતીલાલ શેઠની પેઢી અને ૨) તળાજા તાલુકાનાં રોયલ ગામ ખાતે આવેલ મે.ગંગા મીલ્ક પ્રોડક્ટ નો “Cow Ghee(Loose)” નાં સદર નમૂનામાં Foreign fat(Vegetable fat) નો સદર નમૂનો Misbranded Food જાહેર થયેલ છે. જેથી શ્રી નવીનચંદ્ર રતીલાલ શેઠની પેઢીને રૂ.૨,૫૦,૦૦૦/- અને મે.ગંગા મીલ્ક પ્રોડક્ટને રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૭,૫૦,૦૦૦/- દંડની રકમ ફટકારવામાં આવી છે. આથી જાહેર જનતાને અપીલ છે કે આપની આજુબાજુનાં વિસ્તારમાં ભેળસેળવાળી વસ્તુઓ કે ખોટા પેઢીનાં નામની વસ્તુઓ વેચતાં વેપારીઓ/દુકાનદારોની જાણ જિલ્લા પૂરવઠા કચેરી, કલેક્ટર કચેરી, ભાવનગર ખાતે અથવા ફોન નં.૦૨૭૮-૨૪૨૮૯૦૮, ૨૪૩૨૩૧૮ પર જાણ કરવાં નિવાસી અધિક કલેક્ટર દ્વારા જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/