fbpx
ભાવનગર

પાલિતાણા ખાતે નારી સંરક્ષણગૃહની મુલાકાત લઇ સર્વગ્રાહી સમીક્ષા કરતાં કલેક્ટર

ભાવનગર કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ આજે ભાવનગરના પાલિતાણા ખાતે આવેલ નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લઇ સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

કલેક્ટરશ્રીએ નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લઇને ગૃહની તમામ વ્યવસ્થાઓ ચકાસી હતી. તેમણે નારી સંરક્ષણ ગૃહમાં રહેલ મહિલાઓ સાથે સંવાદ સાધી ગૃહમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી.

તેમણે ગૃહમાં રહેલી મહારાષ્ટ્રની મહિલા સાથે મરાઠીમાં વાતચીત કરી તેની વ્યથા જાણી હતી. કલેક્ટરશ્રીએ ગૃહમાં આર્થિક ઉપાર્જન માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશેની પણ વિસ્તૃત વિગતો જાણી હતી. આ ઉપરાંત તેમના કામકાજના નાણાં તેમના ખાતામાં જ જમા થાય છે કે નહીં તેની પૃચ્છા કરીને જરૂરી મદદ- સહાયની ખાતરી આપી હતી.

તેમણે મુલાકાત બાદ નારી સંરક્ષણ ગૃહના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બેઠક યોજીને મહિલાઓના પ્રશ્નો અને તેના નિરાકરણના પગલાઓ વિશેની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

તેમની આ મુલાકાત વેળાએ પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી અજય દહિંયા, મહિલા સુરક્ષા અધિકારીશ્રી કે.વી. કાતરીયા તેમજ મહિલા સુરક્ષા વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/