fbpx
ભાવનગર

ભાવનગરના સિંચાઇ વિભાગના અધિકારીએ પોતાનો ધગશ અને પરિશ્રમ સીંચી બર્ફીલી રમતોમાં આગવી નામના મેળવી

સામાન્ય રીતે આપણે જમીન પર રમાતી મેદાની રમતો એટલે કે ક્રિકેટ, ફૂટબોલ હોકી વગેરે વિષે જ જાણકારી ધરાવીએ છીએ. પરંતુ અમુક રમતો બરફની ચાદર ઓઢેલી જમીન પર પણ રમતી હોય છે. જેના વિશે આપણને બહુ જાણકારી હોતી નથી અથવા તો આપણને તેના વિશે બહુ ખ્યાલ હોતો નથી.

           વળી, આવી રમતો જ્યાં બરફ વર્ષા થતી નથી ત્યાં રમવી પણ અશક્ય હોય છે. મોટાભાગે યુરોપિયન દેશો કે જ્યાં વધુ બરફ વર્ષા થાય છે. ત્યાં આ પ્રકારની રમતો બહુ સામાન્ય છે અને મોટાપાયે રમાતી હોય છે.

           અત્યારે ચીનમાં વિન્ટર ઓલમ્પિક ચાલી રહ્યો છે અને તેમાં વિવિધ દેશના સ્પર્ધકો બરફ પર રમાતી રમતો રમીને પોતાનું કૌવત ઝળકાવી રહ્યાં છે. તે જોઈને ભારત જેવા દેશમાં પણ આવી પર રમાતી રમતો વિશેની જાગૃતિ ધીમે ધીમે આવી રહી છે.

           ત્યારે આ પ્રકારની બર્ફીલી રમતોમાં ભાવનગર જિલ્લાના સરકારી અધિકારીએ કાઠું કાઢ્યું છે અને સંભવતઃ ગુજરાત રાજ્યના સૌ પ્રથમ એવાં ખેલાડી છે કે જેમને આવી બર્ફીલી રમતમાં ભાગ લીધો છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી જાણીતી ઉક્તિ ‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ,

અણદીઠેલી ભોમકા પર યૌવન માંડે આંખ’ને હકીકતમાં સાર્થક કરી છે.

           જામનગર શહેરના નિવાસી તથા ભાવનગર સિંચાઈ યોજના વિભાગમાં મદદનીશ ઈજનેર (ક્લાસ-૨, ગેઝેટેડ) તરીકે ફરજ બજાવતાં શ્રી નચિકેતા ગુપ્તાએ ઉત્તરાખંડના ઔલી ખાતે તા. ૭ થી ૯ ફેબ્રુઆરી, ૨૦૨૨  દરમ્યાન યોજાયેલ નેશનલ સ્કી એન્ડ સ્નો બોર્ડ ચેમ્પિયનશીપમાં ગુજરાત રાજ્યનું  પ્રતિનિધિત્વ કરી બરફમાં રમાતી રમત ગમત ક્ષેત્રે આગવી અને નવીન કેડી કંડારી છે. 

           ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરનાર તેઓ પ્રથમ અને એકમાત્ર ખેલાડી છે. આ વર્ષે ગુજરાત સ્ટેટ ઓલમ્પિક એસોસીએશન દ્વારા શ્રી  નચિકેતા ગુપ્તાનું નામ આ સ્પર્ધા માટે મોકલવામાં આવ્યું હતું.

           આ સ્પર્ધામાં બે પ્રકારની  રેસ હોય છે. સ્લાલોમ તથા જાઈન્ટ સ્લાલોમ. જાઈન્ટ સ્લાલોમ સ્પર્ધામાં બરફના ૩.૫ કી.મી લાંબા સ્લોપ તથા ખૂબ જ આકરાં ઢાળવાળા ઢોળાવ ઉપર ૫૦ થી પણ વધુ વાંકાચૂકા અવરોધ સ્વરૂપ ગેઇટ માંથી અત્યંત ઝડપથી પસાર થવાનું હોય છે.

           જ્યારે સ્લાલોમ માં ૧.૫ કી.મી લાંબો બરફનો સ્લોપ હોય છે જે  કપરા ઢાળના કારણે વધુ મુશ્કેલ બને છે. જેમાં અવરોધો સ્વરૂપ કરવામાં આવતી ગેઇટની ગોઠવણી રેસને ખૂબ જ મુશ્કેલ અને આકરી બનાવે છે.

           તેથી જ આ સ્પર્ધા ટૂંકી હોવા છતાં મુશ્કેલ સાબિત થતી હોય છે. આ બન્ને સ્પર્ધામાં જો એક પણ ગેઇટ ચૂકી જવાય તો સ્પર્ધકને  ડિસક્વાલીફાઈડ ગણવામાં આવે છે અને સ્પર્ધાથી બહાર કરવામાં આવે છે.

           શ્રી નચિકેતા ગુપ્તાએ આ બંને રેસમાં ખૂબ જ કુશળતાપૂર્વક બોડી બેલેન્સ અને સ્પીડ જાળવી રાખી અને ઓછા સમયમાં એક પણ વાર પડ્યા વગર તથા બધા ગેઇટ ક્રોસ કરીને સફળતાપૂર્વક બંને રેસમાં ક્વાલીફાઈડ થયાં હતાં. 

           શ્રી નચિકેતા ગુપ્તાએ આ બાબતની બેઝીક તાલીમ હિમાચલ પ્રદેશનાં અટલ બિહારી વાજપેઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ અને એલાઈડ સ્પ્રોર્ટ્સથી તેમજ એડવાન્સ કોર્સ જવાહર ઇન્સ્ટિટ્યૂટ ઓફ માઉન્ટેનિયરિંગ અને વિન્ટર સ્પોર્ટ્સથી મેળવેલ છે.

           જે રાજ્યોમાં બરફાચ્છાદિત પહાડો નથી એવા રાજ્યોનાં સ્પર્ધકો માટે આ સ્પર્ધા વિજેતા થવા માટે નહીં પરંતુ તે સ્પર્ધામાં સફળતાપૂર્વક ભાગ લેવું તે પણ એક પડકારજનક કાર્ય હોય છે.

           અનેક રાજયોનાં સ્પર્ધકો આ સ્પર્ધામાં સફળ થવા કોશિશ કરતાં હોય છે પરંતુ બધાં તેમાં સફળ થઇ શકતાં નથી.તેવા  સમયે ભાવનગરના આ સિંચાઇ વિભાગના અધિકારીએ પોતાની મહેનત, લગન અને કઠોર પરિશ્રમ સીંચીને આ સ્પર્ધામાં ગુજરાતની દાવેદારી નોંધાવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

           આમ, ભાવનગરના આ અધિકારીએ અણદીઠેલી ભોમકા પર મીટ માંડીને નવીન ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે. તેમણે ઉજળા ભવિષ્યની આસ બંધાવી છે તે ગુજરાત રાજ્ય માટે ગૌરવની ઘટના છે.

           આશા રાખીએ કે ભવિષ્યમાં અન્ય રમતવીરો પણ આ પ્રકારનાં વણખેડાયેલા ક્ષેત્રોમાં ઝંપલાવે અને ગુજરાત માટે મેડલ લાવી ગુજરાતનું નામ રોશન કરે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/