fbpx
ભાવનગર

પાલીતાણા ફાગણ સુદ મેળામાં બેભાન હાલતમાં મળેલા મહિલાની RMD  હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી દ્વારા મુલાકાત કરી ખબરઅંતર પૂછ્યા

જૈન તીર્થ ધામ પાલીતાણા માં તા.16/૦૩/૨૦૨૨ ના ફાગણ સુદ તેરસ  પાલ ના  મેળા માંથી બપોરના સમયે  ૧૦૮ મારફતે   અંબાબેન ભંડારીને  બેભાન અવસ્થામાં  ગીરિવિહાર ટ્રસ્ટ સંચાલિત આર.એમ.ડી હોસ્પિટલ માં   સારવાર હેતુ લાવવામાં આવેલ  ત્યારે  તેમના સગા-સંબંધી તેમની સાથે હાજર  હતા નહી… એ  સમયે  આર.એમ.ડી. હોસ્પિટલમાં કાર્યરત  ડો.ધાર્મિકભાઈ  સોની ( MD Phy.) એ  દર્દીના સગા-સંબંધી ગેરહાજર હોઈ ,હોસ્પિટલ ટ્રસ્ટી સાહેબ અજયભાઈ  શાહની અનુમતી સાથે માનવતાની દ્રષ્ટીએ દર્દી નું ઈમરજન્સી વિભાગ માં તપાસ  કરતા દર્દીને હૃદય ની તકલીફ માલુમ પડતા તે સમયે  ની:શુલ્ક પણે ઓક્સીજન સાથે જરૂરી લેબ ટેસ્ટ , સી.ટી.સ્કેન – x-ray  જેવા શારીરિક તપાસો કરાવી દર્દીને ICU વિભાગ માં દાખલ કર્યા જેમની સાથે મેડીકલ   ટીમ- હોસ્પિટલ સ્ટાફ સાથે  દર્દીની સારવાર શરૂ કરી….હાલ દર્દી ની શારીરિક સ્વસ્થતા માં સારો સુધાર છે …..

જે અનુસંધાને કેન્દ્રીય  સ્વાસ્થ્ય મંત્રી  મનસુખભાઈ માંડવીયા   આર.એમ.ડી.હોસ્પિટલના  ICU વિભાગમાં   સારવાર લઈ રહેલ દર્દી  અંબાબેન ભંડારીની મુલાકાતે આવેલ તેમજ દર્દીની  શારીરિક સ્વસ્થતા બાબતે માહિતી લીધેલ,જેમાં દર્દીની સારવાર બાદ સુધરેલ શારીરિક સ્વસ્થતા બાબતે માહિતગાર થયા  સારવાર કરનાર ડો.ધાર્મિકભાઈ  સોની , મેડીકલ ડોક્ટર્સ – નર્સિંગ સ્ટાફ ની  ટીમ , હોસ્પિટલ સ્ટાફ તેમજ ગીરિવિહાર ટ્રસ્ટ અને ટ્રસ્ટીગણ નો અભાર  વ્યક્ત કરેલ અને આગળ ના  ભવિષ્ય માં  આવી જ  સારી કામગીરી ની અપેક્ષાસહ  હોસ્પિટલ વિભાગ માંથી  વિદાય લીધેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/