fbpx
ભાવનગર

જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધાની અલગ અલગ ઇવેન્ટમા એક થી ત્રણમા સૌથી વધુ ૨૮ નંબર મેળવતા મોટી પાણીયાળી કે.વ શાળાના બાળકો શાળાના આચાર્યએ પણ બે ઇવેન્ટમા બીજો નંબર મેળવ્યો

 ખેલ મહાકુઁભની જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા ભાવનગર મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ ખાતે તારીખ;૨૧/૩/૨૦૨૨ ના રોજ બપોર બાદ યોજાઇ હતી જેમા પાલિતાણા તાલુકાની મોટી પાણીયાળી કે.વ શાળાના બાળકોએ શાનદાર પ્રદર્શન કરતા ૧૦૦ મીટર ફ્રિ સ્ટાઇલ,૪૦૦ મીટર ફ્રિ સ્ટાઇલ,૧૦૦ મીટર બેક સ્ટ્રોક,૧૦૦ મીટર બ્રેસ્ટ સ્ટ્રોક ,૧૦૦ મીટર બટર ફલાઇ,૨૦૦ મીટર મીડલે એમ અલગ અલગ ઇવેન્ટમા આઠ બાળકો પ્રથમ નંબર અને અગિયાર બાળકોએ બીજો નંબર મેળવ્યો હતો જ્યારે નવ બાળકોએ ત્રીજો નંબર મેળવ્યો હતો અને શાળાના આચાર્યશ્રી બી.એ.વાળાએ પણ ૧૦૦ મીટર ફ્રિ સ્ટાઇલ અને ૫૦ મીટર બેક સ્ટ્રોક સ્પર્ધામા બીજો નંબર મેળવતા જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધામા મોટી પાણીયાળી કે.વ શાળાએ સમગ્ર જિલ્લામા સૌથી વધુ ૩૦ મેડલ મેળવી શાનદાર પ્રદર્શન કરેલ છે.       ગ્રામ્ય કક્ષાએ સ્વિમિંગ પુલની સુવિધા ન હોવાથી શાળાના આચાર્ય અને બાળકોના કોચ બી.એ.વાળા આ તમામ બાળકોને શાળા સિવાયના સમયે અને રજાઓમા પણ ચેકડેમમા નિયમિત પ્રેકટિસ કરાવતા હતા જેના પરિણામે બાળકોએ ખુબ જ જોરદાર પ્રદર્શન કરતા સૌથી વધુ મેડલ મેળવવાની સાથે સાથે છપ્પન હજાર રુપિયાના ઇનામ પણ જીતેલ છે જે રકમ સીધી બાળકોના બેન્ક ખાતામા જમા થશે.આ ઉપરાંત શાળામા ધોરણ આઠ પુર્ણ કરી હાલ અન્ય શાળામા અભ્યાસ કરતા બાળકોએ પણ આ શાળામા અગાઉ મેળવેલ ટ્રેનિંગના આધારે પંદર મેડલ મેળવતા મોટી પાણીયાળી એક જ ગામના બાળકોએ એક સાથે તેતાલીસ મેડલ અને એકાશી હજાર રુપિયાના ઇનામ મેળવેલ છે. ચેકડેમમા પ્રેકટિસ કરી આટલી મોટી સફળતા મેળવતા સમગ્ર શાળા પરિવાર અને ગામમા આનંદની લાગણી ફેલાઇ છે, પ્રથમ અને બીજો નંબર મેળવનાર બાળકો આગામી સમયમા રાજય કક્ષાએ ભાગ લેવા જશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/