fbpx
ભાવનગર

૧૯૬૨ એનિમલ હેલ્પલાઇનના દસ ગામ દિઠ ફરતાં પશુ દવાખાનાની સરાહનીય કામગીરી

ગુજરાત સરકારના પશુ પાલન વિભાગ દ્વારા ચાલતાં અને જી.વી.કે. ઈ.એમ.આર.આઇ. દ્વારા સંચાલિત દસ ગામ દિઠ ફરતાં પશુ દવાખાના દ્વારા ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના પરવાળા લોકેશન પર પરવાળા ગામનો કેસ મળતાં પશુ ચિકિત્સક ડો. મૌતિક ઝાંઝમેરા તેમજ તેમના સાથી પાયલોટ કમ ડ્રેસર નિતેશ મકવાણા દ્વારા ગાયના શીંગડામાં થયેલ કંબોડી (શીંગડામાં થતો કેન્સર જેવો રોગ કે જે લાંબા સમયે પ્રાણી માટે પ્રાણઘાતક બને છે)નું સ્થળ પર જ ઓપરેશન કરીને ગાયને શીંગડાની પીડામાંથી મુક્તિ અપાવી હતી.

આ અંગે પરવાળા ગામના રહેવાસી મેઘજીભાઈ દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. સ્થળ પર પહોંચી તપાસ કરતાં જાણવાં મળ્યું કે, એક ગાયને શીંગડામાં સડો છે અને તે પીડાય રહી છે.

વધુ તપાસ કરતાં ગાયને શીંગડાનું ઓપરેશન કરવાની જરૂર પડે તેમ હતી. જેથી પશુ ચકિત્સક ડો. મૌતિક ઝાંઝમેરા અને પાઇલોટ કમ ડ્રેસર નિતેશ મકવાણાની બનેલી  ૧૯૬૨ ની ટીમ તથા ડો.વિકાસ કુમાર તથા પાયલોટ કમ ડ્રેસર મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા ગાયના સિંગડાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

આ ઓપરેશન મફત કરવામાં આવ્યું હતું.  તેમજ દવાઓ પણ મફત આપવામાં આવી હતી. તેથી ગાયના માલિક મેઘજીભાઈ ની ગાયનો જીવ બચાવવા બદલ ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઈનનો આભાર માન્યો હતો.

આમ, ૧૦ ગામ દિઠ ફરતાં પશુ દવાખાના દ્વારા સફળ ઓપરશન કરી ગાયનો જીવ બચાવવામાં આવ્યો હતો અને  પશુ ચિકિત્સક ડો. મૌતિક ઝાંઝમેરા અને પાયલોટ કમ ડ્રેસર નિતેશ મકવાણા તથા ડો.વિકાસ કુમાર અને પાયલોટ કમ ડ્રેસર મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા સારી કામગીરી બદલ જીલ્લા પ્રોગ્રામ મેનેજર તેમજ જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર દ્વારા તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

આમ, અનેક પશુઓ માટે આશીર્વાદ રૂપ બની રહેલ ૧૯૬૨ એનિમલ હેલ્પ લાઇનને ટોલ ફ્રી નંબર ૧૯૬૨ પર કોલ કરી અબોલ પશુઓના જીવ બચાવવામાં મદદરૂપ થવાં ભાવનગર પશુપાલન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/