fbpx
ભાવનગર

૭૫ અઠવાડિયા ચાલનાર ઉજવણી થી ખરા અર્થ માં સ્વતંત્ર સેનાનીઓ ને શ્રદ્ધાંજલિ મળશે – પઢીયારકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ક્રિષ્ના બારૈયા

 

રાજ્યભરમાં યોજાઈ રહેલાં ૧૭ માં ‘કન્યા કેળવણી’ તથા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં રાજ્ય ક્ક્ષાના ઉચ્ચ/વરિષ્ઠ અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ જિલ્લાનાં વિવિધ ગામડાઓની શાળાઓની મુલાકાત લઈ રહ્યાં છે.

આ અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં રાજ્યમંત્રીશ્રી આર.સી.મકવાણાએ મહુવા તાલુકાનાં માઢીયા, પઢીયારકા અને ડોળીયા ગામ ની શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી

તા.૨૩ થી ૨૫ જૂન દરમિયાન રાજ્યભરમાં યોજાઇ રહેલ ‘કન્યા કેળવણી’ તથા ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમમાં ધો-૧માં પ્રવેશતા બાળકોનું શાળામાં સ્વાગત કરી તેઓને પુસ્તકો, બેગ તથા યુનિફોર્મ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તકે પઢીયારકા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ક્રિષ્ના બારીયા એ આ તકે કન્યા કેળવણી અંગે જણાવ્ય કે વર્ષ ૨૦૨૧ માં આઝાદીના ૭૫ વર્ષ થઈ રહ્યા છે ત્યારે સમગ દેશ આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી કરી રહ્યું છે, તેમ તેના પ્રભાવી વક્તવ્યમાં જણાવ્યું હતું.

 નવા વિચારોથી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વમાં ભારતની અર્થ વ્યવસ્થા ની નવી છબી ઊભી કરેલી  છે  હવે આપડો દેશ આંખ જુકાવીને નહી આંખ માં આંખ મિલાવીને વાત કરે છે.

૧૨ માર્ચ ૨૦૨૧ થી ૭૫ અઠવાડિયા માટે શરૂ થયેલી આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી માં આપડે સ્વચ્છ ભારત ની સંકલ્પના કરી દેશ વિદેશ માં ભારતની આગવી છાપ ઉભી કરી શકીશું

શ્રી ક્રિષ્ના કુમારી એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજની  પેઢી આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓને ભૂલી રહી છે ત્યારે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી થકી આપણે આપણા સ્વતંત્ર સેનાનીઓ ને તેમજ તેમની દેશ પ્રત્યેની કુરબાની ને ખરા અર્થમાં યાદ કરવી જોઈએ.

ઉપસ્થિત મહાનુભાવોએ પણ આ દીકરીના વક્તવ્યના વખાણ કર્યા હતા. ભારત સરકાર દ્વારા શરૂ કરેલ આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણીમાં દેશના મહાનુભાવો ના વિચારો ચારિતાર્થ કરવા એજ ઉજવણી ની સફળતા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/