fbpx
ભાવનગર

ભાવનગરની રમત-ગમતની યશકલગીમાં વધુ એક મોરપીંચ્છનો ઉમેરો

ભાવનગરની રમત-ગમતની યશકલગીમાં વધુ એક મોરપીંચ્છનો વધારો થવાં જઇ રહ્યો છે. કારણ કે ભાવનગરના સીદસર ખાતે આવેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં તૈયાર થયેલ આ યુવા એથ્લેટ એથ્લેટિક્સમાં ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવાં જઇ રહ્યો છે.

        મૂળ વાપીનો અને ૧૮ વર્ષની વય ધરાવતો આ એથ્લેટ નડિયાદ ખાતે યોજાયેલી ઝલક દોડ (રેસ વોક) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને લાઇમલાઇટમાં આવ્યો હતો. ત્યારબાદ તેનું હીર પારખીને રાજ્ય સરકાર દ્વારા તેને રાષ્ટ્રીય કક્ષાએ તક મળતાં તે અત્યારે છેલ્લાં ૬ માસથી બેંગ્લોર ખાતે આવેલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વધે ઉચ્ચ સ્તરની તાલીમ સરકારી ખર્ચે મેળવી રહ્યો છે.

        આ શક્ય બન્યું છે રાજ્ય સરકારની ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ યોજનાને કારણે…. આ યોજનામાં પહેલાં તાલુકા સ્તરે અને ત્યારબાદ જિલ્લા કક્ષાએ ઉત્તમ દેખાવ કરનાર ખેલાડીઓને અદ્યતન સુવિધા ધરાવતાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ઉચ્ચ સ્તરની તાલીમ માટે મોકલવામાં આવે છે અને તેની રમત-ગમતની પ્રતિભાને નિખાર આપવામાં આવે છે.

        આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વિદ્યાર્થીનું રમવાનું- જમવાનું અને અભ્યાસની તમામ જવાબદારી રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. એટલે કે એક બાજુ શિક્ષણ પણ ચાલુ રહે છે અને બીજી બાજુ પોતાને ગમતી રમતમાં આગળ પણ વધી શકાય છે.

        આ સ્પોર્ટસ કોમ્લેક્ષમાં પ્રત્યેક વિદ્યાર્થી માટે પ્રતિ વર્ષ સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી રૂા. ૧.૮૦ લાખનો ખર્ચ કરવામાં આવે છે. વિદ્યાર્થીને ત્રણ ટાઇમ ભોજન સાથે આધુનિક સ્પોર્ટસ વ્યવસ્થા, તાલીમબધ્ધ કોચ, ડાયેટીશીયન, મસાજર સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. આ ઉપરાંત જો ખેલમાં આગળ વધે તેમ તેમ વધુ સગવડો આપવામાં આવે છે.

        આ અંગે રોહિત યાદવના કોચશ્રી સુનિલભાઇ ચૌધરીએ જણાવ્યું કે, રોહિત યાદવ છેલ્લાં ત્રણ વર્ષથી તેમના હાથ નીચે તાલીમ લઇ રહ્યો હતો. અને તેનામાં ઘણી ક્ષમતા છે. ગુજરાતમાં તેણે ઘણી જિલ્લા સ્તરની રમતોમાં નામ બનાવ્યું હતું. નડિયાદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં તે ગોલ્ડ મેડલ વિજેતા હતો. ત્યાંથી જ તેની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ થઇ છે.

        તેની પસંદગી થતાં તેઓએ હર્ષની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું કે, ભાવનગરમાં હવે ધીમે-ધીમે રમતનો માહોલ બની રહ્યો છે. સીદસરના આધુનિક સ્પોર્ટસ કોમ્પ્લેક્ષને લીધે ભાવનગરના ખેલાડીઓને સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે.

        રોહિત યાદવ કોલંબિયાના કાલી ખાતે યોજાનાર અંડર-૨૦ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ કે જે વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશીપ તરીકે જાણીતી છે તેમાં આગામી સમયમાં ભાગ લેશે.

ઝલક ચાલ (રેસ વોક) શું છે?

        આ એક પ્રકારની દોડ જ છે. પરંતુ આ દોડમાં કોઇપણ સમયે તમારો એક પગ જમીન સાથે જોડાયેલો રહેવો જોઇએ. આ માટેનું અંતર ૩ હજાર મીટર થી માંડીને ૧૦૦ કિ.મી. સુધીનું હોઇ શકે છે.છે. સને-૧૯૬૧ થી આઇ.એ.એ.એફ. વર્લ્ડ રેસ વોકિંગ કપ દ્વારા તેની વિધિવત રીતે શરૂઆત થઇ હતી. આ સ્પર્ધામાં મોટેભાગે રશિયા અને ચીનના ખેલાડીઓનું પ્રભુત્વ રહ્યું છે. ઝલક ચાલ એ ઓલિમ્પિકમાં પણ રમાતી રમત છે. જેમાં ૨૦ કિ.મી. ની રમત પુરૂષ અને સ્ત્રી અને ૫૦ કિ.મી. ફક્ત પુરૂષો માટે રમાય છે.

  • ગુજરાતના પનોતા પૂત્ર બાબુભાઇ પનોચાઃ-

        લંડન ઓલિમ્પિક-૨૦૧૨ માં ૨૦ કિ.મી. માટેની ઝલક ચાલ માટે ગુજરાતના બાબુભાઇ પનોચા અન્ય ભારતીય ગુરમીતસિંઘ સાથે પસંદ થયાં હતાં. જેમાં તેઓ ૧૧ માં ક્રમાંકે આવ્યાં હતાં. ઉત્તર ગુજરાતના માલપુર તાલુકાના આંબવા ગામના હતાં અને તેઓ ભારતીય લશ્કરમાં નોકરી કરતાં હતાં.

  • સીદસર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ અને ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ યોજનાઃ-

        ભાવનગરના પાછળના ભાગમાં મહુવા જવાં તરફના રસ્તા પર આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ આવેલું છે. સનેઃ ૨૦૧૭ માં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ તેનો શુભારંભ કરાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય પ્રકારની તમામ આધુનિક સુવિધાઓથી આ કોમ્પ્લેક્ષ સજ્જ છે. આગામી બે મહિના બાદ ગુજરાતમાં રમાનાર રાષ્ટ્રીય રમોત્સવ માટેની અમૂક રમતો માટે આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની પસંદગી કરવામાં આવી છે.

        ડિસ્ટ્રીક્ટ લેવલ સ્કૂલ યોજનામાં તાલુકા અને જિલ્લા કક્ષાએ વિજેતા થયેલાં વિદ્યાર્થીઓની પસંદગી કરી આવાં આધુનિક સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ માટે રાજ્ય સરકાર પ્રતિ ખેલાડી વાર્ષિક રૂા. ૧.૮૦ લાખનો ખર્ચ કરે છે.

        હાલમાં સીદસર ખાતેના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે આવાં ૨૧૧ વિદ્યાર્થીઓ તાલીમ મેળવી રહ્યાં છે. એટલે કે વાર્ષિક રૂા. ૪ કરોડથી વધુની રકમ આ વિદ્યાર્થીઓને રમત-ગમતની તાલીમ આપવાં માટે ખર્ચવામાં આવી રહી છે.

        આ ઉપરાંત આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ટેબલ ટેનિસ, એથ્લટિક્સ, બાસ્કેટ બોલ, લોન ટેનિસ, જૂડો અને ફુટબોલની તાલીમની આધુનિક સગવડો ઉપલબ્ધ છે. અત્યારે ૪૫૦ વિદ્યાર્થીઓ વિવિધ રમતોની તાલીમ આ કોમ્પ્લેક્ષ ખાતે મેળવી રહ્યાં છે.

        આવી તાલીમને પરિણામે ચાલું વર્ષે ભાવનગર જિલ્લાએ ખેલ મહાકૂંભ સ્પર્ધામાં ૨૨ મેડલ મેળવેલાં છે. અને પ્રતિ વર્ષ આ આંકડો ઉપર જતો જાય છે.         આમ, રાજ્ય સરકારની ગુજરાતના વિદ્યાર્થીઓ માત્ર શિક્ષણ ક્ષેત્રે જ નહીં પરંતુ ખેલકૂદ ક્ષેત્રે પણ તેમનું નામ રોશન કરવાં સાથે રાજ્યનું નામ રોશન કરે તે માટેની તમામ આધુનિક સગવડો ઉભી કરવામાં આવી રહી છે. અને તેનું જ પરિણામ છે કે આજે ભાવનગર જેવાં શહેરમાંથી રોહિત યાદવ જેવાં ખેલાડીઓ તૈયાર થઇને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું સર ઉન્નત કરવાં સજ્જ બન્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/