fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં પશુઓમાં જોવાં મળતાં લમ્પી સ્કીન ડિસિઝ સામે રક્ષણાત્મક ઉપાય તરીકે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું

હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે તેથી માખી, મચ્છર અને ઇતરડીનો ઉપદ્વવ પણ વધ્યો છે ત્યારે તેના લીધે પશુઓમાં થતાં લમ્પી સ્કીન ડિસિઝે પણ રાજ્યમાં દસ્તક દીધા છે.

આ રોગચાળો આ ઋતુમાં સામાન્ય રીતે પશુઓમાં જોવાં મળે છે. સામાન્ય રીતે ગાય/ભેંસમાં જોવાં મળતાં આ રોગથી પશુઓમાં ગાંઠદાર ચામડીનો રોગનું પ્રમાણ રાજ્યના અનેક વિસ્તારમાં જોવાં મળી રહ્યું છે. ભાવનગરના ગારીયાધારના મોટી વાવડી, પાલડી, વાવડી અને પચ્છમ ગામમાં આ રોગે દેખા દીધાં છે.

જેને લઇને જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા અઠવાડિયાથી આ ગામોમાં ઝૂંબેશ રૂપે પશુઓમાં રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જેથી આ રોગને જિલ્લામાં ફેલાતો અટકાવી શકાય. આ નવા રોગનો જિલ્લામાં વધુ ફેલાવો ન થાય તે માટે જરૂરી પગલાં પશુપાલન વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યાં છે.

આ ઉપરાંત ૧૯૬૨ ની સેવા પણ જ્યારે ફોન કરવામાં આવે કે તુરંત હાજર હોય છે. લમ્પી રોગ પર તાત્કાલિક નિયંત્રણ આવે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમજ કેન્દ્ર સરકારની એડવાઈઝરી અનુસાર અસરગ્રસ્ત પશુઓની આસપાસના નિરોગી પશુઓમાં રસીકરણ કરવા, જિલ્લાની તમામ કરુણા એમ્બ્યુલન્સ તેમજ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાઓને અગ્રિમતાના ધોરણે આ કામગીરીમાં જોડવાં, રોગચાળાનો વિસ્તાર વ્યાપ તથા રજૂઆતો ધ્યાને લઈ તાકીદના પગલાં લેવાં, પશુઓનું સઘન સર્વેલન્સ, ત્વરિત સારવાર તથા ઝડપી રસીકરણની કામગીરી જેવાં પગલાં પણ હાથ ધરાઇ રહ્યાં છે. પશુઓને ઝડપી રસીકરણ માટે વધુ બે લાખ નવા ડોઝની પણ સરકાર દ્વારા ખરીદી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, આ રોગ વાયરસ(વિષાણુ)થી ફેલાતો ચેપી રોગ છે. માખી અને મચ્છર આ ત્વચાનો રોગ ગાય અને ભેંસમાં ફેલાવવામાં મુખ્ય પરિબળ તરીકે કામ કરે છે. ઇતરડીને પણ રોગનો ફેલાવ કરવામાં જવાબદાર ગણવામાં આવે છે.

આ રોગમાં પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા, દૂધ ઉત્પાદન ઘટવું, ખાવામાં તકલીફ પડવી, ગાભણ પશુ તરવાઈ જાય વગેરે જેવાં લક્ષણો જોવા મળે છે.

સામાન્ય રીતે લોહી પીતા પરોપજીવી દ્વારા રોગિષ્ટ પશુમાંથી તંદુરસ્ત પશુમાં આ રોગ ફેલાય છે. આ એક ચેપી રોગ છે જે અસર કરતા તરત જ ચામડીને જાડી કરે છે અને પશુ માંદુ પડે છે.

આ રોગને અટકાવવા તેમજ નિયંત્રણ માટે રોગીષ્ટ પશુઓને સૌપ્રથમ અલગ કરવું, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવું, યોગ્ય દવાઓ દ્વારા માખી મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, પ્રથમ છ મહિનાની ઉંમરે અને ત્યારબાદ દર વર્ષે રસીકરણ દ્વારા રોગ નિયંત્રણ કરવું, રસી ન મૂકેલી તેવાં મોટા પશુને ગમે ત્યારે પણ રસી મુકાવવી વગેરે પગલાંઓ લેવાં જરૂરી છે.

પશુઓને નિરોગી રાખવાં આયુર્વેદિક ઉપાયો જેવાં કે, ફટકડી તેમજ લીમડાના પાણીથી નવડાવવું, માખી- મચ્છરથી દૂર રાખવું વગેરે જેવાં ઉપચારાત્મક પગલાં લેવાં પણ પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને અનુરોધ કરાયો છે. પશુમાં લમ્પી સ્કિન ડિસિઝના લક્ષણો જણાય તો તરત જ ૧૯૬૨ હેલ્પ લાઈન નંબરનો કે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા ભાવનગર પશુપાલન વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/