fbpx
ભાવનગર

પાલિતાણામાં 26 માં વર્ષે શ્રાવણીયા સોમવારે અખંડ મંત્રજાપ યોજાશે

પ્રત્યેક ભારતીય મારા ભાઇ બહેન છે.’ આ ભાવને અભિવ્યક્તિ કરતું વિશિષ્ટ અનુષ્ઠાન વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીની પાલિતાણા શાખા દ્વારા નિરંતર 26માં વર્ષે થશે. અરુણાચલ પ્રદેશની શાંતિ અને સમૃદ્ધિ માટે દરેક શ્રાવણીયા સોમવારે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી મહામૃત્યુંજય મંત્રનો અખંડ જાપ શ્રીનાગનાથ મહાદેવ મંદિર, તળેટી ખાતે કાર્યકર્તા અને શુભચિંતક દ્વારા કરવામાં આવશે.

રાષ્ટ્રનો ઉત્તરપૂર્વી ભાગ જે ભારત પર સૂર્યના પ્રથમ પ્રકાશ કિરણનું સ્વાગત કરે એ અરુણાચલ પ્રદેશ ચીની આક્રમણના ભય ઓથાર તળે ખમીરથી જીવે છે ત્યારે એ દેશવાસી બંધુ ભગિની સાથે નૈતિક અને આત્મિક રીતે ઉભું રહેવું એ પ્રત્યેક ભારતીયનું નાગરિક કર્તવ્ય છે. એ માટે વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી એ સ્થાપનાનાં તુરંત બાદ શિક્ષણ આરોગ્ય સંસ્કૃતિ સંવર્ધન અને માનવ સેવા દ્વારા આ વિસ્તારમાં નૂતન નેતૃત્વ નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે.

સાથોસાથ ‘અરુણાચલ બંધુ પરિવાર’ તરીકે ભારતભરનાં પરિવારોને જોડી પ્રાકૃતિક સંપદાથી ભરપૂર અને દેશની સુરક્ષા માટે વ્યહાત્મક મહત્વ ધરાવતાં હોવાં છતાં બાંગ્લાદેશી ઘૂસણખોરી મિશનરી દ્વારા થતાં બેફામ ધર્માંતરણ અને તેનાં ફળ સ્વરૂપ ઉદ્દભવતા સામાજીક ઉદ્વેગ અને અલગાવવાદથી પીડિત પૂર્વોત્તર રાજ્યો માટે જરૂરી જાગૃતી અને સંવેદનશીલતા દેશનાં ખૂણે ખૂણે જગાડવાનું કાર્ય વિવેકાનંદ કેન્દ્ર કરી રહેલ છે. આધ્યાત્મિક અને રાષ્ટ્રીય રુચિ ધરાવતાં નગરજનો મંત્રજાપમાં સમયદાન આપી અથવા અરુણાચલ બંધુ પરિવાર બની રાષ્ટ્ર યજ્ઞમાં આહુતિ આપી શકે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/