fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ

ભાવનગર જિલ્લામાં પશુઓમાં જોવાં મળેલાં લમ્પી વાયરસને લઇને અન્ય પશુઓમાં તે ન ફેલાય અને તેના અટકાયતી પગલાને લઇને એક બેઠક ગઇકાલે જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી.

        કલેક્ટરશ્રીએ આ બેઠકમાં જણાવ્યું કે, જિલ્લામાં પશુઓમાં લમ્પી વાયરસનું પ્રસરણ અટકે તે માટે પશુઓમાં સઘન રસીકરણ હાથ ધરવાની જરૂર છે. તેમણે પશુપાલન વિભાગના અધિકારીઓને ગારીયાધાર અને તેની આસપાસના વિસ્તારમાં કે જ્યાં આ રોગ જોવાં મળ્યો  છે ત્યાં યુધ્ધના ધોરણે વ્યાપક સારવાર અને રસીકરણ કરવાં માટેની સૂચના આપી હતી.

        કલેક્ટરશ્રીએ રાજ્ય સરકાર પણ આ બાબતે ગંભીર છે અને પશુપાલન વિભાગ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં આ રસીનો જથ્થો પહોંચતો કરવામાં આવી રહ્યો છે. ચોમાસાની ઋતુમાં વધુ મચ્છર, માખી, ઇતરડી વગેરે ન ફેલાય તે માટે પશુઓના રહેઠાણની જગ્યાઓને ચોખ્ખી રાખવાં પશુપાલકોને સમજ આપવાની જરૂરીયાત પણ તેમણે સમજાવી હતી.

        જિલ્લાના ગૌશાળા સંચાલકો, ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલાં લોકો સાથે સંકલનમાં રહીને વધુ ડોઝની જરૂરીયાત જણાય તો તે ખરીદવાં માટેનું માર્ગદર્શન કલેક્ટરશ્રીએ આપ્યું હતું.

        જિલ્લાના પશુપાલન ખાતાની ડિસ્પેન્સરીઓ અને ૧૦૬૨ હેલ્પલાઇન તથા દશ ગામ દીઠ ફરતાં દવાખાના પણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે ત્યારે તેને પણ વધુ સુસજ્જ કરવાં પર કલેક્ટરશ્રીએ ભાર મૂક્યો હતો.

        ઉલ્લેખનીય છે કે, પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ ફેલાતો અટકે અને પશુધન સુરક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લઈને લમ્પી સ્કીન ડીસીઝનું નિવારણ અને નિયંત્રણ વધુ ઝડપી અને સુદ્રઢ રીતે થાય તે માટે રાજ્યના ૧૪ જિલ્લાઓને “નિયંત્રિત વિસ્તાર”તરીકે જાહેર કરવામાં આવ્યાં છે જેમાં ભાવનગરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

        લમ્પી સ્કીન ડિસીઝના નિવારણ અને નિયંત્રણ માટે પશુઓને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અવરજવરને પ્રતિબંધિત કરવામાં આવી છે. નિયંત્રિત વિસ્તારવાળા જિલ્લાઓની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

        રાજ્યના પશુધનને સુરક્ષિત કરવા રાજ્ય સરકાર દ્વારા પશુપાલક હિતલક્ષી અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લાઓમાં જિલ્લા કક્ષાની સંકલન સહ મોનિટરીંગ કમિટી સ્થાપવા કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. 

        જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રચાનારી સમિતિમાં જિલ્લા વિકાસ અધિકારી, રીજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટીઝ, જિલ્લા પોલીસ વડા, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર,  જિલ્લા પશુપાલન અધિકારી/પશુપાલન ખાતાના નાયબ નિયામક, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા મેલેરીયા અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રાદેશિક પરિવહન અધિકારીનો સમાવેશ કરવામાં આવશે.

        આ સમિતિ જિલ્લામાં લમ્પી સ્ક્રીન ડીસીઝના નિયંત્રણ, બચાવ તેમજ સારવાર સબંધિત તમામ કામગીરીનું સંકલન તેમજ મોનીટરીંગ કરશે. આ રોગથી અસરગ્રસ્ત પશુઓની સારવાર, આઇસોલેશન, વેક્સીનેશન તેમજ આનુષંગિક તમામ કામગીરી સુનિશ્ચિત કરશે. અસરગ્રસ્ત પશુઓની અવરજવર નિયંત્રિત કરવાની તેમજ પશુઓના રહેણાંક વિસ્તારમાં સ્વચ્છતા, આરોગ્યપ્રદ વાતાવરણ તેમજ જંતુનાશક દવાઓનો છંટકાવ, રખડતા (બિનવારસી) અસરગ્રસ્ત પશુઓની દેખરેખ સહિતની કામગીરી સુનિશ્ચિત કરીને લમ્પી સ્કીન ડિસિઝના સબંધમાં સર્વેલન્સની કામગીરી કરશે.         આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો. રવિન્દ્ર પટેલ, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી વી.એમ. રાજપૂત, પશુપાલન ખાતાના અધિકારીઓ- કર્મચારીઓ, જિલ્લાની નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/