fbpx
ભાવનગર

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Qના છઠ્ઠા સપ્તાહે વધુ 1.14 લાખ પ્રજાજનોએ ભાગ લીધો, અત્યાર સુધી 15 લાખે ભાગ લીધો

દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખુબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. g3q.co.in (જી થ્રી ક્યુ.કો.ઇન.) વેબસાઈટ પર છેલ્લા  ૬ અઠવાડિયામાં કુલ ૨૩.૭૧ લાખ જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા અને  ૧૫ લાખ લોકોએ ક્વિઝમાં ભાગ લીધો છે.  રૂ 25 કરોડના ઇનામ જીતવાની તક આપતી આ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના છઠ્ઠા સપ્તાહમાં કુલ 1.14 લાખ પ્રજાજનોએ ક્વિઝમાં ભાગ લીધો હતો. 

દર અઠવાડિયે વધુને વધુ પ્રજાજનો ક્વિઝ માં ભાગ લઇ રહ્યા છે. અત્યાર સુધીના કુલ છ રાઉન્ડમાં શાળા કક્ષાએ ૨૨,૮૨૨ અને કોલેજ કક્ષાએ ૧૯,૧૦૪ વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૩૧,૬૯૯ એમ  કુલ ૭૩,૬૨૫ ક્વિઝ વિજેતાઓ જાહેર કરાયા છે. કવિઝ વિજેતાઓને ઇનામની રકમ સીધા તબક્કાવારા તેમના ખાતામાં સીધા  ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

રાજયના શિક્ષણપ્રધાન જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું કે, રાજયમાં ૭ જુલાઈએ જેનો શુભારંભ થયેલ એવી દેશની સૌથી મોટી ક્વિઝ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q)ને ગુજરાતના વિદ્યાર્થીઓ અને પ્રજાજનો દ્વારા ખુબ જ બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો છે. માત્ર ૬ અઠવાડિયામાં જ ૨૩.૭૧ લાખ જેટલા રજીસ્ટ્રેશન નોંધાયા અને  ૧૫ લાખ લોકોએ ક્વિઝમાં ભાલ લીધો હતો.

સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ચાલનાર આ ક્વિઝ અભિયાનમાં પ્રથમ અઠવાડિયામાં ૪ લાખથી વધુ, બીજા અઠવાડિયામાં ૩.૬૩ લાખથી વધુ, ત્રીજા અઠવાડિયામાં ૨.૬૫ લાખથી વધુ, ચોથા  અઠવાડિયામાં ૦૨ લાખ થી વધુ અને પાંચમાં  અઠવાડિયામાં ૧.૫૦ લાખ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. છઠ્ઠા અઠવાડિયામાં ૧.૧૪ લાખ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. જે એક રેકોર્ડ છે. જેમાં શાળા કક્ષાના ૬૩,૦૦૬ કોલેજ કક્ષાના ૩૩,૫૧૬ વિદ્યાર્થીઓએ અને અન્ય ૧૭,૭૧૦ પ્રજાજનોએ ક્વિઝમાં ભાગ લીધો હતો.આ ક્વિઝ દર અઠવાડિયે રવિવાર થી શુક્રવાર દરમિયાન રમાશે અને દર શનિવારે વિજેતા જાહેર થાય છે. તે અંગે રાજયના શિક્ષણપ્રધાન જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું કે,

હાલના છઠ્ઠા સપ્તાહમાં જે ક્વિઝ રમાઈ તેમાં શાળા કક્ષાએ ૩,૫૬૨ અને કોલેજ કક્ષાએ ૩,૩૨૨ વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૪,૭૧૩ એમ કુલ ૧૧,૫૯૭ વિજેતાઓ આજે જાહેર થયા છે. જે g3q.co.in (જી થ્રી ક્યુ.કો.ઇન.) વેબસાઈટ પર  જોઇ શકાશે. આમ, ૦૧ થી ૦૬ રાઉન્ડનાં અત્યાર સુધીમાં શાળા કક્ષાએ ૨૨,૮૨૨ અને કોલેજ કક્ષાએ ૧૯,૧૦૪ વિદ્યાર્થીઓ અને અન્ય કેટેગરી કક્ષાના ૩૧,૬૯૯ એમ  કુલ ૭૩,૬૨૫ વિજેતાઓ આજે જાહેર થયા છે.

છઠ્ઠા રાઉન્ડમાં રાજ્યની કુલ ૭,૩૨૫ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જયારે ૨,૨૩૪ કોલેજના યુવાઓએ આ ક્વિઝ મહાઅભિયાનમાં ભાગ લીધો. પાંચમાં સપ્તાહમાં ચાલેલ ક્વિઝમાં કુલ અંગ્રેજી અને ગુજરાતી ૩૦૦૦ થી વધુ પ્રશ્નોની ક્વિઝ વિદ્યાર્થીઓ રમ્યા અને ભારત સરકાર તથા ગુજરાત સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી માહિતગાર થયા હતા.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) સતત ૯ અઠવાડિયા સુધી તાલુકા અને વોર્ડ કક્ષાએ ત્યારબાદ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ યોજાય છે. તેમાં  ક્વિઝ અભિયાનમાં વિજેતાઓને રૂ. ૨૫ કરોડ થી વધુના ઇનામો તથા સ્ટડી ટુર પ્રાપ્ત થશે. તા.૦૭/૦૭/૨૦૨૨ નાં રોજ g3q નાં શુભારંભ પ્રસંગે, શાળા કક્ષાનાં ૨૫ વિજેતા પૈકીના ૧૪ અને કોલેજ કક્ષાનાં ૨૫ વિજેતા પૈકીના ૨૩ વિજેતાઓ પોતાની બેંક ડીટેલ્સ g3q પોર્ટલ પર આપવામાં આવી હતી.

આજ રીતે પ્રથમ રાઉન્ડમાં શાળા કક્ષાનાં ૩૯૭૦ વિદ્યાર્થીઓ પૈકી ૨૩૭૮ અને કોલેજ કક્ષાનાં ૨૫૪૦ વિદ્યાર્થીઓ પૈકી ૨૨૩૩ વિદ્યાર્થીઓને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફ- DBT દ્વારા ઇનામની રકમની ચુકવણી કરવામાં આવી હતી, બીજા રાઉન્ડમાં શાળા કક્ષાનાં ૩૯૬૦ વિદ્યાર્થીઓ પૈકી ૨૧૯૨ અને કોલેજ કક્ષાનાં ૩૨૩૦ વિદ્યાર્થીઓ પૈકી ૩૦૯૧ વિજેતાઓને DBT દ્વારા ઇનામની રકમની ચુકવણી કરવામાં આવી હતી.  ત્રીજા અને ચોથા રાઉન્ડના વિજેતાઓને DBT દ્વારા ઇનામની રકમની ચુકવણી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. પાંચમાં રાઉન્ડના વિજેતાઓની બેંકની માહિતી મેળવવાની પ્રક્રિયા હાલ શરુ છે.

વિજેતાઓની બેન્કની માહિતી પ્રાપ્ત થયેથી DBT દ્વારા ઇનામની રકમની ચુકવણી કરી દેવામાં આવશે. અન્ય પ્રજાજન કેટેગરીના વિજેતાઓઓને પરીવારના ૪ સદસ્યો સાથે સાયન્સ સીટી, અમદાવાદ  અને  દાંડી કુટીરની  ૦૧ દિવસ નિઃશુલ્ક સ્ટડી ટુર માટેની પ્રક્રિયા અગામી સપ્તાહથી શરુ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/