સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી સાંસદ ડો ભારતીબેન શિયાળ અને પુર્ણેશભાઈ મોદી મુલાકાતે
ટીંબી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત ગુજરાત રાજયનાં માર્ગ-મકાન અને વાહન વ્યવહાર વિભાગનાં કેબીનેટ મંત્રીશ્રી પુર્ણેશભાઈ મોદી સાહેબ તા.૧૬.૦૮.૨૦૨૨ ના રોજ હોસ્પિટલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. હોસ્પિટલમાં ચાલતા બધાજ વિભાગોની વિસ્તૃત માહિતી મેળવી ખુબજ પ્રભાવિત થયા હતા.
તેઓશ્રીને હોસ્પિટલનાં ઉપપ્રમુખ-જગદિશભાઈ ભીંગરાડિયા અને મંત્રી-બી.એલ.રાજપરા દ્વારા હોસ્પિટલનાં પ્રણેતા સદ્ગુરૂદેવ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ નાં ‘જીવનચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને સ્વાગત-સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે ભાવનગરના સાંસદ ડો. શ્રીમતિ ભારતીબેન શિયાળ, ઉમરાળાનાં ધારાસભ્યશ્રી આત્મારામભાઈ પરમાર, ભાવનગર જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી ભરતસિંહજી ગોહિલ અને જિલ્લા ભા.જ.પ પ્રમુખશ્રી મુકેશભાઈ લંગાળિયા પણ ઉપસ્થિત રહયાં હતા.
Recent Comments