fbpx
ભાવનગર

શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શીવની અનોખી આરાધના

અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ શ્રાવણ માસમાં અને ખાસ કરીને સોમવારે શીવભક્તિ તેની ચરમસીમાએ હોય છે. ભગવાન ભોળાનાથને રીઝવવાં અને તેને પ્રસન્ન કરવાં માટે લોકો વિવિધ રીતે ભગવાન સદાશીવની આરાધના કરતાં હોય છે. આ જ ઉપક્રમમાં ભાવનગરના સિંચાઇ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે નોકરી કરતાં શ્રી જીગ્નેશ જોષીએ શ્રાવણ મહિનાના સોમવારે ભગવાન શીવની અનોખી આરાધના કરતાં ૨૦૧૬ ગુલાબના ફુલ ચડાવ્યાં હતાં.

હાથબ ગામ ખાતે આવેલાં સોમનાથની પ્રતિકૃતિ એવાં અતિ પૌરાણિક પડઘલિયા મહાદેવ કે જ્યાં મહાદેવના શિવલિંગ પડ એની જાતે જ ઉતરતું હોવાની માન્યતા છે કે જેને લીધે તેનું નામ પડઘલિયા મહાદેવ પડ્યું છે.

તેવાં દેવાધિદેવ પર શ્રી જીગ્નેશ જોશી દ્વારા ૨૦૧૬ ગુલાબ પુષ્પોની માળા બનાવી તેમના મમ્મી શ્રીમતી ગાયત્રીબેન સાથે મળીને સમર્પિત કરી હતી. ઉલ્લેખનીય છે કે,  થોડા દિવસો પહેલાં તેમણે બહુ ભાગ્યે જ જોવાં મળતાં સફેદ કમળની માળા બનાવીને ભગવાન શીવને અર્પણ કરી અનોખી શીવભક્તિના દર્શન કરાવ્યાં હતાં. આમ, તેઓ દ્વારા શ્રાવણ માસમાં વિવિધ વસ્તુઓના સમર્પણ દ્વારા ભગવાનની અનોખી આરાધના કરવામાં આવી રહી છે. જે વસ્તુઓ કરવામાં મુશ્કેલી અને મહેનત પડે તેમ હોય તેવી વસ્તુઓ કરીને શ્રાવણ માસમાં ભગવાન શીવની આરાધના કરવાનો તેમનો પ્રયત્ન બિરદાવવાં લાયક છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/