જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભાવનગર દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ,ભાવનગર દ્વારા તા.૧૩/૦૮/૨૦૨૨ ને શનિવારના રોજ નાલ્સા (સુપ્રિમ કોર્ટ) અને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ (હાઈકોર્ટ) ના આદેશ અનુસાર રાષ્ટ્રીય લોકઅદાલત નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં કુલ રૂ. ૫.૨૭ કરોડ સમાધાનની રકમ દ્વારા કુલ ૧૩,૦૭૨ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શ્રી એલ.એસ.પીરઝાદા, જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ભાવનગરના માર્ગદર્શન અનુસાર કોર્ટોમાં લોક અદાલત યોજાઈ હતી.જેમાં સમાધાન પાત્ર ફોજદારી કેસો, મોટર એક્સીડન્ટ કલેઈમ પીટીશન, ચેક રીટર્ન કેસો, દેવા વસૂલાતને લગતા દિવાની તકરારના કેસો સહિત સમાધાનલાયક કેસો મુકાયાં હતાં. જેમાં ૨૭ મોટર અકસ્માત વળતરના કેસોનો નિકાલ કરી રૂ.૧,૪૮,૭૭,૪૮૫/- નો વળતરનો હુકમ કરાયો હતો.
આ ઉપરાંત ૯૪૯૩ પ્રિલીટીગેશન કેસોનો નિકાલ કરી રૂ.૭૩,૬૭,૬૯૭/- વળતરનો હુકમ કરાયો હતો. લોક અદાલતને સફળ બનાવવા જિલ્લાના તમામ જયુડીશીયલ ઓફિસર, વકીલશ્રીઓ તથા ફુલ ટાઈમ સેક્રેટરીશ્રી એસ.એન.ઘાસુરા સાહેબ સહિતે જહેમત ઉઠાવી હતી.
Recent Comments