fbpx
ભાવનગર

હીરા ઉદ્યોગની સુરક્ષા અને લોકજાગૃતિ સેમિનારમાં ઉપસ્થિત રહેતાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી

ભાવનગર ખાતે ડાયમંડ મેન્યુફેક્ચર એસોસિએશન, ભાવનગર તથા વર્ણીસ્ટાર આયોજિત હીરા ઉદ્યોગની સુરક્ષા અને લોકજાગૃતિ સેમિનાર રાજ્યનાં શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. વિજયરાજનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આત્મીયતાનો ભાવ ઘટે છે ત્યારે સમસ્યાઓનું સર્જન થાય છે. પ્રશ્નો નિરંતર રહેતાં હોય છે પરંતુ સમયે સમયે તેનું નિરાકરણ જરૂરી છે. હીરા ઉદ્યોગકારો અને પોલીસ વચ્ચે આપસમાં સમન્વય જળવાઈ રહે અને સહિયારા પુરુષાર્થથી આદર્શ સમાજનું નિર્માણ કરવાં તેમણે આહવાન કર્યું હતું.

તેમણે પોલીસ અને પબ્લિક વચ્ચે સૌહાર્દપૂર્ણ સબંધ હોય તે જરૂરી છે તેમ જણાવી હીરાઉદ્યોગ પણ તેની સાથે તાદાત્મ્ય મેળવીને ચાલે તે સમયની માંગ છે તેમ વધુમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ભારત સરકારે રૂ.૭૬ હજાર કરોડની સેમિ કંડકટર પોલિસી જાહેર કરી છે. તેને મેળવવાં માટે ભારતના વિવિધ રાજ્યો વચ્ચે તીવ્ર સ્પર્ધા હતી. પરંતુ ગુજરાતે તક તે ઝડપી લીધી છે. ગુજરાતે રૂ.૧,૫૬,૦૦૦ કરોડના સમજૂતી કરાર વેદાંતા અને ફોકસ કંપની સાથે કર્યાં છે. કોઈ એક ક્ષેત્ર માટે આટલું મોટું રોકાણ પ્રથમ વખત થયું છે તેમ જણાવી તેમણે આગામી સમયમાં બે થી ત્રણ કંપની સાથે વાટાઘાટ ચાલુ છે અને કરોડોનું રોકાણ ગુજરાતમાં આવનાર છે અને ભાવનગરને પણ આનો લાભ થવાનો છે તેમ વધુમાં ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે, ડિજિટલ ક્રાંતિ માટે સેમિ કન્ડક્ટર ખૂબ જ અગત્યનું છે. તાઇવાન, જાપાન અને અમેરિકા જેવા દેશો જ તેને બનાવે છે. તેમાં પણ નાનકડું એવો તાઇવાન દેશ તેમાં શિરમોર છે. તેવાં સમયમાં સેમી કંડકટરનો ઉદ્યોગ ગુજરાતમાં આવી રહ્યો છે તે ગુજરાત અને દેશ માટે ગૌરવપૂર્ણ ઘટના છે. જાણીતા કટાર લેખકશ્રી જય વસાવડાએ હીરાની વિશેષતા વર્ણવતાં કહ્યું કે, હીરાની મોહકતા, મજબૂતાઈ અને મૂલ્યશીલતામાંથી આપણે પ્રેરણા લઈને સમાજમાં મજબૂતાઈ સાથે રહી પોતાનું મૂલ્ય ટકે તે દિશાના પ્રયત્નો કરવાં જોઈએ તેવી પ્રેરણા આપી હતી.

જાણીતા લોકસાહિયાકારશ્રી સાંઈરામભાઈ દવેએ જણાવ્યું કે, હીરાઉધોગને કારણે સૌરાષ્ટ્ર ટક્યું છે અને સૌરાષ્ટ્રને બરકત મળી છે. હીરાને પારખવાની અને તરાસવાની અદભૂત કોઠાસૂઝ સૌરાષ્ટ્રના લોકોમાં છે ત્યારે સાચા માણસ બની, સાચી ઈમાનદારી કેળવવાની શીખ તેમણે તેમના હાસ્યસભર વક્તવ્યમાં આપી હતી. આ કાર્યક્રમમાં સ્ટેન્ડીગ કમિટી ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, એસ.પી.શ્રી ડો.રવિન્દ્ર પટેલ, એ.એસ.પી.શ્રી સફિન હસન, લોકસાહિત્યકારશ્રી સાંઈરામભાઈ દવે, લેખકશ્રી જયભાઈ વસાવડા સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/