શૈશવ દ્વારા બાળઅધિકાર સપ્તાહ અંતર્ગત ટેકનોલોજીના ઉપયોગ અંગે જાગૃતિ.
તારીખ 14થી 20 નવેમ્બર બાળ અધિકાર સપ્તાહની ઉજવણીના ભાગ રૂપે આ વર્ષે આ શૈશવ સંસ્થા દ્વારા નાટકની રજૂઆત કરવામાં આવી હતી. સંસ્થાના કાર્યકરો દ્વારા આ સપ્તાહ દરમિયાન ભાવનગરની 30 શાળાઓ, 6 વિસ્તારો, તેમજ ભાવનગરના ત્રણ ચિલ્ડ્રન હોમમાં નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
બાળકો દ્વારા ટેક્નોલોજીના વધારે પડતાં ઉપયોગને લઈને તૈયાર થયેલ નાટકમાં ટેકનૉલોજી, મોબાઇલના લાભો તેમજ ગેરલાભો રજૂ કરવામાં આવ્યા હતા. બાળકો તેમજ ભાવનગર શહેરની જનતા દ્વારા આ અંગે સકારાત્મ પ્રતિભાવ મળ્યો હતો. આ સપ્તાહમાં નાટક દ્વારા લગભગ 10,867 જેટલા બાળકો તેમજ 558 જેટલા વ્યક્તિઓને મોબાઈલના તેમજ ટેક્નોલોજીના મર્યાદિત તેમજ યોગ્ય ઉપયોગ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.
Recent Comments