fbpx
ભાવનગર

ભાવનગરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠકમાં વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે ચર્ચા કરાઇ

ભાવનગર શહેરની વિશુદ્ધાનંદ વિદ્યામંદિર ખાતે શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક અધ્યક્ષ સંજયભાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં ગત બેઠકનું વિષ્લેષણ તથા પડતર પ્રશ્નો સહિતના મુદ્દે ચર્ચાનો દૌર ચાલ્યો હતો. બેઠકનું વાંચન તથા આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ અંગેની માહિતી આપવામાં આવી હતી તથા પ્રાંતમાથી આપવામાં આવેલા બ્રોશર, સ્ટિકર, સંગઠન, પરિચય અને વિસ્તાર અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. સાલ થયેલી સદસ્યતાની પણ વિગતો પ્રાપ્ત થઈ હતી. જ્યારે આંદોલન બાબતે તેમજ થયેલા પરિપત્રો તેમજ બાકી રહેલા પ્રશ્નો જેવા કે, તમામને જૂની પેંશન યોજનામાં સમાવવા ગ્રાન્ટેડ કર્મચારીઓની બદલી વગેરે બાબતોની ચર્ચા થઈ હતી, તેમજ આ અંગે જે કઈ કરવું પડે તે કરવાનો સંકલ્પ થયો હતો.

માધ્યમિક અને ઉ.મા સંવર્ગમાં જવાબદારીમાં ફેરફારો અને સ્થાનપૂર્તિની જાહેરાત કરવામાં આવી હતી. આ સમગ્ર બેઠકનું સંચાલન મહિલા ઉપાધ્યક્ષ ચંદ્રિકાબેને કર્યુ હતું. આ બેઠકમાં પ્રાંત મંત્રી તરુણ, આચાર્ય સંવર્ગ અધ્યક્ષ સંજયસિંહ, ઉ.મા સંવર્ગ શહેર અધ્યક્ષ કાંતિ, સરકારી સંવર્ગ અધ્યક્ષ સત્યજિત, પ્રાથમિક નગરમંત્રી હરેશ, નગર સંગઠનમંત્રી પ્રવીણ સહિતના તમામ સંવર્ગના કારોબારી સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતાં અને દીપપ્રાગટ્ય બાદ પ્રાર્થના તેમજ સંઘગાન માનસીબેને કરાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/