fbpx
ભાવનગર

આચાર સંહિતા અંગેની C-vigil અને હેલ્પલાઇન અંતર્ગત મળેલી ૧૮૨ ફરિયાદનો સફળતાપૂર્વક નિકાલ કરાયો

વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ અંતર્ગત આગામી તા.૧લી ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. ચુંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ભાવનગર જિલ્લાની ૭ વિધાનસભાઓની તૈયારીઓનું વિગત આપતા જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ડી. કે. પારેખ એ પત્રકાર પરીષદ યોજીને  જણાવ્યું હતું કે, ભાવનગર  જિલ્લામાં મતદારયાદીની આખરી સુધારણાના અંતે ૧૮,૩૧,૮૯૨ મતદારો નોંધાયેલા છે. જેઓ લોકશાહીના મહાપર્વમાં તા.૧લી ડિસેમ્બરના રોજ સવારે ૮.૦૦ થી સાંજના ૫.૦૦ વાગ્યા દરમિયાન પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વધુમાં તેમણે કહ્યું કે, જિલ્લામાં ૧૮૬૬ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

 જિલ્લામાં ૯૩૬ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટીંગ થશે. ૭ વિધાનસભાઓમાં ૭ મોડેલ મતદાન મથકો, ૭ દિવ્યાંગ મતદાન મથકો, ૭ જેટલા મહિલાઓ સંચાલિત સખી, ૭ ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો, ૭ યુવા મતદાન મથકો ઉભા કરવામાં આવનાર હોવાની વિગતો જિલ્લા ચુંટણી અધિકારીએ આપી હતી. આ ઉપરાંત ૭ થીમ બેઇઝ મતદાન મથકો સાતેય વિધાનસભા બેઠક દીઠ ઊભા કરવામાં આવશે.    

ચૂંટણી પ્રક્રિયામાં ફાળવેલ સ્ટાફની વિગતો જણાવતા તેમણે જણાવ્યું કે, જિલ્લામાં ૧૭,૩૧૬ જેટલા સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત મતદારોને મતદાર કાપલીઓનું વિતરણ કરવામાં આવી ચુકી છે. મતદાર કાપલી મતદાન મથક જવા સુધી મદદરૂપ થવા માટે છે તે ઓળખનાં પુરાવા તરીકે કામ લાગશે નહીં. ઓળખ પુરાવા માટે ચુંટણી પંચ દ્વારા માન્ય ૧૩ માંથી કોઈ પણ પુરાવો સાથે રાખવો જરૂરી છે.     

જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ મતગણતરી કેન્દ્રોની વિગતો આપતા જણાવ્યું કે, જિલ્લાની સાતેય વિધાનસભાની મત ગણતરી સરકારી ઈજનેરી કોલેજ ભાવનગર ખાતે થવાની છે.

આચારસંહિતાના ભંગની સામાન્ય નાગરિકો દ્વારા કરાયેલ ફરિયાદમાં DCC હેલ્પલાઈનમાં કુલ ૧૮૨    ફરિયાદ મળી હતી. જેની C-vigil અને હેલ્પલાઇન અંતર્ગત મળેલી તમામ ફરીયાદનો ૯૦ મિનિટમાં યોગ્ય નિકાલ કરાયો છે. વધુમાં જિલ્લાના મતદાર જાગૃતતા માટે મતદાર માર્ગદર્શિકાનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમ તેમણે જણાવ્યું હતું.

ભાવનગર જિલ્લામાં નિયત કરવામાં આવેલા માપદંડ ધરાવતા હોય તેવા દિવ્યાંગ તથા ૮૦ વર્ષથી વધુ વયના મતદારો દ્વારા વ્હીલચેર તથા સહાયક મેળવવાની માંગણી કરી હતી.જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા તેઓને મતદાન કરવા માટે સહાયક તથા વ્હીલચેરની સુવિધા પુરી પાડવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું.

વધુમાં વધુ મતદાન થઈ શકે એ હેતુથી ભાવનગર જિલ્લામાં કામદારો માટે સવેતન રજા જાહેર કરવામાં આવી છે આ ઉપરાંત જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે મતદાન કેન્દ્રની બહાર મતદાન સહાયતા કેન્દ્ર બનાવાશે.

આમ, ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે માટે ભાવનગર જિલ્લા ચુંટણીતંત્ર સજ્જ છે  તેમ જિલ્લા ચુંટણી અધિકારી શ્રી ડી. કે. પારેખે જણાવ્યું હતું.     

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/