તલગાજરડામાં આજે ચિત્રકૂટ એવોર્ડની અર્પણ વિધિ
રાજ્યના બે લાખ પ્રાથમિક શાળાના શિક્ષકો માંથી પસંદ થયેલા 33 શ્રેષ્ઠ શિક્ષક-ભાઈ બહેનોને આજે બુધવારે મહુવાના તલગાજરડા ખાતે ચિત્રકૂટ એવોર્ડ આપીને પુ. મોરારીબાપુ દ્વારા સન્માનિત કરી વંદના કરવામાં આવશે. રાજ્યના 33 જિલ્લા માંથી (દરેક જિલ્લામાંથી એક) શિક્ષક તરીકેની શ્રેષ્ઠ ભૂમિકા અને નિષ્ઠા માટે આ શિક્ષકોની પસંદગી થઈ છે. સતત 24માં વર્ષે પ. મોરારીબાપુ દ્વારા દરેક શિક્ષકને 25000 રૂપિયા, શાલ, સન્માન પત્ર સાથે પુરસ્કૃત કરવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પસંદ થયેલા નીચે મુજબના શિક્ષકોને આજે તલગાજરડા ગામની પ્રાથમિક શાળા ખાતે ના એક ખાસ કાર્યક્રમમાં સવારે 9 કલાકે ચિત્રકૂટ એવોર્ડની અર્પણ વિધિ થશે.
(1) નસરુદ્દીન નૂરાની બોટાદ નગરપાલિકા (2) વિમલકુમાર ચતુરદાસ પટેલ અમદાવાદ નગરપાલિકા (3) મનુભાઈ સોલંકી ગીર સોમનાથ (4) મુકેશ ચંદ્ર ચાવડા દેવભૂમિ દ્વારકા (5) કૌશિક કુમાર પટેલ સાબરકાંઠા (6) મિતેશભાઇ પીઠડીયા કચ્છ (7) લીલુબેન ઓ ગોઢાણિયા પોરબંદર (8) શિલ્પાબેન બાબુભાઈ મકવાણા જુનાગઢ (9) ગીતાબેન ચાચલા મોરબી (10) મનોજકુમાર ચૌધરી મહેસાણા (11) હિતેન્દ્રકુમાર પટેલ વડોદરા (12) અશ્વિનભાઈ બારૈયા બોટાદ (13) રસિકલાલ રાવલ બનાસકાંઠા (14)રવિન્દ્રકુમાર જ પ્રજાપતિ દાહોદ (15) રેખાબેન ના મકવાણા ભરૂચ (16)છાયાબેન પટેલ અરવલ્લી (17)સંજયભાઈ મેરૂભાઈ મકવાણા અમરેલી 18,બીપીનપુરી હ.ગોસ્વામી ગાંધીનગર (19)શૈલેષકુમાર પ્રજાપતિ ખેડા (20)ભરતકુમાર પરસોત્તમભાઈ પરમાર નર્મદા 21,વિરેન્દ્રકુમાર મ.ગરાસીયા વલસાડ (22)ભગવાનભાઈ કટેશીયા જામનગર 23,વાસુદેવભાઈ પટેલ અમદાવાદ (24)મિલનકુમાર મોહનલાલ પટેલ સુરત (25)ચિત્રાંગના બેન ચૌધરી તાપી (26)રતનબેન પરમાર આણંદ (27)રમેશભાઈ ના. પટેલ મહીસાગર (28)રમેશચંદ્ર અખાણી પાટણ (29)કેતનકુમાર ગદાણી સુરેન્દ્રનગર (30)છત્રસિંહ રાઠવા છોટાઉદેપુર (31)પરેશકુમાર ગો હિરાણી ભાવનગર (32)ઇલાબેન બિરાડી ડાંગ (33)વિભાબેન બાપુજીભાઈ પટેલ પંચમહાલ.
આ મુજબના નામની આ વર્ષે ગુજરાત પ્રા. શિ. સંઘ દ્વારા પસંદગી થઈ છે .
Recent Comments