fbpx
ભાવનગર

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભાવનગર ઝોનકક્ષાની યોગ સ્પર્ધા યોજાઇ

ગુજરાત રાજય યોગ બોર્ડ અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ભાવનગર ઝોનકક્ષાની યોગ સ્પર્ધા ૨૦૨૨-૨૩ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સિદસર રોડ ભાવનગર ખાતે “આઝાદીક અમૃત મહોત્સવ”  અંતર્ગત ઝોન કક્ષાની યોગ સ્પર્ધા યોજાયેલ. આ તકે ભાવનગર પશ્ચિમ ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતું કે, યોગ એ ભારતીય જીવનશૈલીનું અભિન્ન અંગ છે. વૈશ્વિક સ્તરે યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ“ ની ઉજવણી થકી વિશ્વ આ પ્રણાલીને અપનાવી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંધવી દ્વારા યોગ પ્રવૃત્તિના વ્યાપ સાથે ટ્રેનિગ આપનાર યોગ ટ્રેનરો પણ આત્મનિર્ભર થાય તે માટે સ્પર્ધાનું આયોજન કરી ટ્રેનરોને પૂરતું વળતર અને સ્પર્ધકોને પુરસ્કાર રાશિ એનાયત કરવામાં આવે છે. મહેમાનોએ ભાગ લેનાર તમામ સ્પર્ધકો અને વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.

          રમત ગમત યુવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગર અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા તા.૨૫/૦૨/૨૦૨૩ ના રોજ ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના સ્પર્ધકો વચ્ચે ભાવનગર ઝોનકક્ષાની યોગ સ્પર્ધામાં ત્રણ ભાઈઓ વિજેતાઓ અને ત્રણ બહેનો વિજેતાઓને પુરસ્કાર, મેડલ અને સર્ટિફિકેટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

          આ તકે ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણી તથા મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ભાવનગર મહાનગરપાલિકા એન.વી. ઉપાધ્યાય તથા ડેપ્યુટી મેયરશ્રી કૃણાલભાઈ શાહ તથા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેનશ્રી ધીરૂભાઈ ધામેલિયા તથા યોગ બોર્ડના વહીવટી અધિકારીશ્રી બળવંતસિંહ ચૌહાણ તથા હિસાબી અધિકારીશ્રી ઠૂમ્મર અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રી નરેશકુમાર ટી.ગોહિલ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશભાઈ મેસવાણિયા, સૌરાષ્ટ્ર કચ્છ ચીફ કો-ઓડીનેટર અનિલભાઈ ત્રિવેદી તેમજ જિલ્લાના કો- ઓડીનેટરશ્રીઓ હાજર રહેલ. આ સ્પર્ધામાં મહાનુભાવોના હસ્તે પ્રથમ, દ્વિતીય, તુતીય નંબરે વિજેતાઓને ક્રમશ: ૨૧,૦૦૦, ૧૫,૦૦૦, ૧૧,૦૦૦ રૂ.ના ચેક, ગોલ્ડ, સિલ્વર અને બોન્ઝ મેડલ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/