fbpx
ભાવનગર

ભાવનગર જિલ્લામાં તા. ૨૪ ને ૨૫ નવેમ્બરના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ નું આયોજન

રાજ્યનાં ખેડૂતોને આગામી રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખાતાની વિવિધ સહાય યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી અંગેને સમજ મળી રહે તે હેતુસર આગામી તા.૨૪/૧૧/૨૦૨૩ થી તા.૨૫/૧૧/૨૦૨૩ સુધી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ સમગ્ર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં આયોજન કરવામાં આવેલ છે.

જેમાં ગારીયાધાર તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ- ગારીયાધાર, ભાવનગર તાલુકાનો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શામપરા, સિદ્દસર, ઘોઘા તાલુકાનો શ્રી વાળુક્ડ હાઇસ્કુલ- ઘોઘા, ઉમરાળા તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ, ઘોળા, જેસર તાલુકાનો તાલુકા પંચાયત કચેરી પાછળ પટાંગણ, મહુવા તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ- મહુવા, પાલિતાણા તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ- પાલીતાણા, વલ્લભીપુર તાલુકાનો શ્રી ગંભીરસિંહ સ્કુલ ગ્રાઉંન્ડ- વલ્લભીપુર, સિહોર તાલુકાનો ખોડીયાર માતાજી મંદિરનુ પટાગણ ગામ- દેવગાણા, તળાજા તાલુકાનો APMC માર્કેટીંગ યાર્ડ- તળાજા અને પ્રાકૃતિક કૃષિ મેળા ઉતર બુનિયાદિ સંસ્થા બેલા તા.તળાજા આયોજન હાથ ધરવામાં આવેલ છે.

જેમાં તમામ તાલુકામાં રાજ્યનાં કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવા આવનાર છે તેમજ કૃષિ વિભાગને લગત નવીનતમ માહિતી મળી રહે તે અંગેના કૃષિ સ્ટોલ અને તાલુકાનાં સેવા સેતુના સ્ટોલનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં જિલ્લાનાં તમામ ખેડૂતોને આ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ માં પધારવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદિમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/