fbpx
બોલિવૂડ

સુશાંતનાં મિત્રનો મોટો ધડાકો કહ્યું  રિયા પરિવાર સાથે વાત કરવા દેતી ન હતી

સુશાંતનાં મિત્રનો મોટો ધડાકો કહ્યું  રિયા પરિવાર સાથે વાત કરવા દેતી ન હતી સુશાંત સિંહના પિતા કેકે સિંહે બિહારમાં કેસ ફાઈલ કર્યા બાદ ઘણા મોટા ખુલાસા થઇ રહ્યા છે. ઘણા લોકોના સ્ટેટમેન્ટ બાદ રિયા ચક્રવર્તી પર સવાલ ઊઠી રહ્યા છે. હવે આ કેસમાં સુશાંતના નજીકના મિત્ર મહેશ શેટ્ટીએ રિયાને લઈને એક મોટો ખુલાસો કર્યો છે ત્યારબાદ બિહાર પોલીસ તેને પ્રાઈમ વિટનેસ બનાવવાની છે. મહેશે જણાવ્યું કે તેણે સુશાંતને તેના પિતા સાથે વાત કરવાની સલાહ આપી હતી પરંતુ સુશાંતે એવું કહીને ના પાડી દીધી કે રિયા તેને આવું નહીં કરવા દે અને તે વારંવાર તેનો ફોન ચેક કરતી રહે છે. સુત્રોના જણાવ્યા મુજબ બિહાર પોલીસ મહેશના ખુલાસા બાદ તેને પ્રાઈમ વિટનેસ બનાવી રહી છે.
મહેશે જણાવ્યું કે તેણે સુશાંતને તેના પરિવાર સાથે વાત કરવાની સલાહ આપી હતી પણ એક્ટરે  હતું કે રિયા તેને આવું કરવા દેશે નહીં. સુશાંતે મહેશને એવું પણ  કે રિયા સતત તેનો ફોન ચેક કરતી રહે છે. ઉપરાંત રિયા અને તેની માતા ઇચ્છતા હતા કે તે તેની આખી ટીમ બદલી લે પણ આનાથી સુશાંત ખુશ ન હતો. સુશાંતના મૃત્યુ બાદ તેના રૂમમાં સૌપ્રથમ એન્ટર થનાર વ્યક્તિ મહેશ શેટ્ટી હતો. મૃત્યુ પહેલાં સુશાંતે રિયા અને મહેશને જ છેલ્લીવાર ફોન કર્યો હતો. જાેકે મોડી રાત્રે ફોન કર્યો હોવાના કારણે બંનેએ કોલ રિસીવ કર્યો ન હતો. આ બધું જાેઈને બિહાર પોલીસે મહેશની પૂછપરછ કરી જેમાં તેણે મોટો ખુલાસો કર્યો.
હવે બિહાર પોલીસ ટૂંક સમયમાં મહેશને પ્રાઈમ વિટનેસ બનાવશે. સુશાંત સિંહ રાજપૂતની બહેન મિતુ સિંહે બિહાર પોલીસને તેનું સ્ટેટમેન્ટ આપી દીધું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મિતુએ બિહાર પોલીસને એવું જણાવ્યું કે રિયાએ સુશાંતને પૂરી રીતે કંટ્રોલમાં કરી લીધો હતો અને ભૂત-પ્રેતની સ્ટોરી કહીને તેને ડરાવીને ઘર પણ બદલાવ્યું. તેની મંજૂરી મળ્યા બાદ જ સુશાંત તેના ઘરના લોકો સાથે વાત કરી શકતો હતો.

Follow Me:

Related Posts