fbpx
બોલિવૂડ

ઐશ્વર્યા રાય સાથેની સરખામણી અંગે સ્નેહા ઉલ્લાલે વર્ષો બાદ તોડ્યું મૌન હું મારા ચહેરા અને ત્વચાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છુ

સલમાન ખાનની ફિલ્મ ‘લકી. નો ટાઇમ ફોર લવ’ તમને યાદ છે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે સ્નેહા ઉલ્લાલે કામ કર્યું હતું તે તમને યાદ છે? સ્નેહાએ ૨૦૦૫માં ફિલ્મ ‘લકી’ થી ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો અને એ વખતે ખૂબ ચર્ચામાં રહી હતી. પહેલી વાત તો એ હતી કે, સ્નેહા એ વખતે સલમાન ખાનની ફિલ્મથી કારકિર્દીનો પ્રારંભ કરનારી હતી. બીજું કારાણ હતું તેનો ચહેરો. એ વખતે તેની સરખામણી ઐશ્વર્યા રાય સાથે કરવામાં આવતી હતી. લોકોમાં એવી ચર્ચા હતી કે,
સ્નેહા ઉલ્લાલેનો ચહેરો ઐશ્વર્યા રાય સાથે બિલકુલ મળતો આવે છે. જાેકે, ના તો આ ફિલ્મ ચાલી કે ના તો સ્નેહા ઉલ્લાલ આ ફિલ્મ બાદ કાંઇ કરી શકી. હવે આટલા વર્ષ બાદ સ્નેહા ઉલ્લાલે તેની સરખામણી ઐશ્વર્યા સાથે થતી હતી તે અંગે મૌન તોડ્યું છે. તેણે આ અંગે પોતાનું નિવેદન જારી કર્યું છે. એક સમાચાર સંસ્થા સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે, હું મારા ચહેરા અને ત્વચાથી સંપૂર્ણપણે સંતુષ્ટ છું. એ તમામ સરખામણીએ મને જરાય પરેશાન કરી નથી. હકીકતમાં તો એ એક પીઆર રણનીતિ હતી કે,
મને એવી રીતે રજૂ કરવામાં આવે જેથી મારી સરખામણી ઐશ્વર્યા રાય સાથે થઈ શકે. ખરેખર તો એ વખતે તમામ બાબતો માત્ર અને માત્ર સરખામણી પર જ આધારિત હતી પરંતુ હકીકતમાં આવું કાંઈ હતું જ નહીં. સ્નેહાએ તાજેતરમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. તે ઝી૫ પર રિલીઝ થયેલી ફિલ્મ એક્સપાયરી ડેટમાં જાેવા મળી રહી છે.

Follow Me:

Related Posts